કાઉન્ટીમાં રમવાથી અને મારી ઍક્શનમાં ફેરબદલ કરવાથી મળી સફળતા : અશ્વિન

ભારતીય ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને કહ્યું હતું કે કાઉન્ટી ક્રિકેટમાં રમવાથી અને મારી બોલિંગ-ઍક્શનમાં થોડોઘણો ફેરબદલ કરવાથી મને ફાયદો થયો.

ashwin

ઇંગ્લૅન્ડ સામે પહેલી ટેસ્ટના પહેલા દિવસે તેણે ૬૦ રન આપી ૪ વિકેટ લીધી હતી, જેને કારણે ઇંગ્લૅન્ડની ટીમ પહેલા દિવસે ૯ વિકેટે માત્ર ૨૮૫ રન જ કરી શકી. અશ્વિન કાઉન્ટી ટીમ વર્સેસ્ટરશર કાઉન્ટી તરફથી રમી ચૂક્યો છે. તેણે એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જ્યારે હું ગયા વર્ષે અહીં કાઉન્ટી રમવા માટે આવ્યો તો અનુભવ્યું કે અહીંના બોલરો કઈ ઝડપે બૉલ નાખે છે. અહીંની પરિસ્થિતિ પહેલા દિવસથી જ ઘણી ધીમી છે. તમને થોડોઘણો બાઉન્સ મળશે, પરંતુ ઝડપ નહીં હોય તો બૅટ્સમેનોને ફ્રન્ટ અને બૅકફુટ પર આ બૉલને રમવા માટે ઘણો સમય મળી જશે. હું અહીં આવ્યો ત્યારે જ મેં આ વાત સમજી લીધી.’

૩૧ વર્ષના આ ભારતીય બોલરે અત્યાર સુધી ૫૮ ટેસ્ટમાં ૩૧૬ વિકેટ લીધી છે. તેણે કહ્યું હતું કે ‘છેલ્લા ૧૨થી ૧૮ મહિના દરમ્યાન હું ઘણું ક્લબ ક્રિકેટ રમ્યો જેમાં મે મારી ઍક્શનમાં થોડો ફેરફાર કરવાનું કામ કર્યું, જેમાં હું સફળ રહ્યો. બૉલ જ્યારે હવામાં હોય ત્યારે જ બૅટ્સમૅનને ચકમો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં હું સફળ થયો. આપણે હંમેશાં પિચની પરિસ્થિતિ મુજબ જ વિકેટ લેવાની વાત કરીએ છીએ, પરંતુ હવે બૅટ્સમૅન આ પિચ પર રમવાનો આનંદ ઉઠાવે છે. એથી હું બૉલ હવામાં હોય ત્યારે જ બૅટ્સમૅનને ચકમો આપવાનું વિચારી રહ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK