ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી ભારત જીતે તો બનશે નંબર વન ટીમ

ગુરુવારથી શરૂ કરીને એક મહિના સુધી ૧૦ ટીમો વચ્ચે જોવા મળશે ICC રૅન્કિંગમાં પૉઇન્ટ સુધારવા માટેની દોડ

india

આવતી કાલથી શરૂ થનારી ત્રણ મૅચોની વન-ડે સિરીઝમાં ભારત ઇંગ્લૅન્ડને ૩-૦થી હરાવી દે તો ICC વન-ડે રૅન્કિંગમાં નંબર વન સ્થાન પર પહોંચી શકે છે. ઇંગ્લૅન્ડ અને ભારત હાલમાં રૅન્કિંગમાં પહેલા તથા બીજા ક્રમાંક પર છે. ગુરુવારથી નોટિંગહૅમમાં આ બન્ને દેશો વચ્ચે પહેલી વન-ડે રમાશે. દરમ્યાન ૧૦ ટીમો વચ્ચે ચાર ખંડમાં લગભગ એક મહિના સુધી વન-ડે રમાશે. ભારતે T૨૦ સિરીઝમાં ઇંગ્લૅન્ડને ૨-૧થી હરાવ્યું હતું. ઇંગ્લૅન્ડની ટીમ બીજી મેએ અપડેટ થયેલા ICC રૅન્કિંગ મુજબ પ્રથમ ક્રમાંકે પહોંચી હતી, પરંતુ ભારત આ ક્રમાંક પાછો મેળવવા માટે આતુર છે. એ માટે એણે ઇંગ્લૅન્ડને ૩-૦થી હરાવવું પડશે. બીજી તરફ ઇંગ્લૅન્ડ જો ૩-૦થી જીતી જાય તો એ ટોચ પર ૧૦ પૉઇન્ટ આગળ વધી જશે.

જોકે બન્ને દેશો વચ્ચેની ટક્કર માત્ર ટોચના રૅન્કિંગ પૂરતી જ રસપ્રદ નથી, પરંતુ આ જ સમયગાળા દરમ્યાન આવતા વર્ષે વર્લ્ડ કપ પણ રમાવાનો છે એથી બન્ને ટીમો સર્વોપરિતા સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાïડશે. ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની સિરીઝ ૧૭ જુલાઈએ પૂર્ણ થશે. દરમ્યાન ૧૩થી ૨૨ જુલાઈ વચ્ચે ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે પાંચ વન-ડે મૅચો રમાશે. ૨૨થી ૨૮ જુલાઈ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ બંગલા દેશ સામે તો શ્રીલંકા ૨૯થી ૧૨ જુલાઈ દરમ્યાન સાઉથ આફ્રિકા સામે પાંચ મૅચો રમશે. નેધરલૅન્ડ્સ પણ નેપાળ સામે બે વન-ડે મૅચ રમશે. તમામ ટીમો ત્ઘ્ઘ્ના રૅન્કિંગના પૉઇન્ટ-ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવા માગશે.

પાંચમા ક્રમાંક પર રહેલા પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે સિરીઝ ૪-૧થી જીતવી પડશે અન્યથા એ ઑસ્ટ્રેલિયા કરતાં પણ પાછળના ક્રમાંક પર ચાલ્યું જશે. તો ત્રીજા ક્રમાંક પર રહેલા સાઉથ આફ્રિકાએ પોતાના સ્થાનને ટકાવી રાખવા માટે શ્રીલંકા સામે ૪-૧થી જીતવું અનિવાર્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy