રોહિત શર્માનું ફૉર્મ બન્યું ભારતીય ટીમનું ટેન્શન

આ મૅચ જીતવી અનિવાર્ય, અન્યથા ફાઇનલ માટેનો માર્ગ બનશે પડકારજનક: રિષભ પંત અથવા તો લોકેશ રાહુલમાંથી કોઈ એકને ટીમમાં મળશે સ્થાન

rohit1

T૨૦ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ભારતીય ટીમ પોતાની ત્રીજી મૅચમાં યજમાન શ્રીલંકા સામે મેદાનમાં ઊતરશે. ભારતે આ મૅચ જીતીને ફાઇનલમાં પહોંચવા માટે પોતાની આશાને જીવંત રાખવી પડશે. ભારત માટે હાલમાં ટેન્શન છે ખુદ કૅપ્ટન રોહિત શર્માના ફૉર્મનું. સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન રોહિત શર્માનું ખરાબ ફૉર્મ સાઉથ આફ્રિકા સિરીઝની શરૂઆતથી જ છે. રોહિતે છેલ્લી પાંચ મૅચમાં ૧૭, ઝીરો, ૧૧, ઝીરો અને ૨૧ રન બનાવ્યા છે. આ મૅચમાં રિષભ પંતને એક તક અપાય એવી શક્યતા છે. જોકે તેણે પોતાની ક્ષમતા પુરવાર કરવી પડશે. લોકેશ રાહુલ જેવો ખેલાડી તકની રાહ જોઈ રહ્યો છે. જો રાહુલ ઓપનિંગ કરે તો રોહિત ચોથા ક્રમાંકે બૅટિંગ કરી શકે છે.

ત્રણેય ટીમોના બે-બે પૉઇન્ટ

ભારતે આ ટુર્નામેન્ટમાં શરૂઆત સારી નહોતી કરી. પહેલી મૅચમાં એ શ્રીલંકા સામે પાંચ વિકેટે હારી ગઈ હતી, પરંતુ બીજી મૅચમાં વાપસી કરતાં બંગલા દેશને ૬ વિકેટે હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં હાલમાં તમામ ત્રણેય ટીમો પાસે બરાબરીની તક છે, કારણ કે તમામે બે મૅચોમાં ૧-૧માં જીત મેળવી છે. જોકે શ્રીલંકાની ટીમ નેટ રન રેટમાં ભારત અને બંગલા દેશ કરતાં આગળ છે.

ઉનડકટની નબળાઈ

ઓપનર શિખર ધવન શાનદાર ફૉર્મમાં છે. તેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સતત બે હાફ સેન્ચુરી ફટકારી છે. અન્ય ખેલાડીઓમાં મનીષ પાંડે (૩૭ અને ૨૭ રન) સારા લયમાં છે. તે વાપસી કરનાર સુરેશ રૈના અને દિનેશ કાર્તિક સાથે મિડલ ઑર્ડરની જવાબદારી સંભાળશે. બોલિંગમાં જયદેવ ઉનડકટે પ્રદર્શનમાં સાતત્ય દાખવવાની જરૂર છે. તેણે બે મૅચમાં અત્યાર સુધી ૪ વિકેટ લીધી છે, પરંતુ રન ઘણા આપ્યા છે જેની બોલરોનું નેતૃત્વ કરનાર બોલર પાસેથી આશા નથી રખાતી. બીજી તરફ યુવા અને બિનઅનુભવી વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને વિજય શંકરે સારી બોલિંગ કરી છે.

jrohit

શ્રીલંકા માટે સકારાત્મક પાસું

શ્રીલંકા બંગલા દેશ સામે મળેલી પાંચ વિકેટની હારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે. બંગલા દેશના બોલરોએ શ્રીલંકાના બોલરો સામે સારી રમત બતાવી હતી જેમાં યજમાન ટીમ સુધારો કરવાની આશા રાખશે. બીજી તરફ બૅટિંગમાં કુસાલ પરેરા અને કુસાલ મેન્ડિસ સારા ફૉર્મમાં છે જેને કારણે ભારતીય બોલરોએ સતર્ક રહેવું પડશે.

T૨૦માં ૫૦ મૅચ હારનારી પ્રથમ ટીમ બની શ્રીલંકા

ઘરઆંગણે બંગલા દેશ સામે T૨૦માં સૌથી મોટી હારનો સામનો કરનાર શ્રીલંકાના નામે હારનો એક નવો રેકૉર્ડ નોંધાઈ ગયો. શનિવારે નિદહાસ ટ્રોફીમાં ૨૧૫ રનના લક્ષ્યાંકનો બચાવ ન કરી શકનાર શ્રીલંકન ટીમે આંતરરાષ્ટ્રીય T૨૦માં પરાજયની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી છે. T૨૦માં ૫૦ મૅચ હારનારી શ્રીલંકા પહેલી ટીમ છે. આ મૅચ પહેલાં બંગલા દેશ, શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડના નામે સંયુક્ત રીતે સૌથી વધુ ૪૯ મૅચ હારવાનો રેકૉર્ડ હતો, પરંતુ શનિવારે મૅચ હારતાં શ્રીલંકાએ હારનો નવો ઇતિહાસ રચી દીધો હતો.

બંગલા દેશે કર્યો એશિયાનો સૌથી મોટો લક્ષ્યાંક આંબવાનો રેકૉર્ડ

શનિવારે શ્રીલંકાને T૨૦માં પાંચ વિકેટે હરાવીને બંગલા દેશે ૨૧૫ રન બનાવતાં એશિયામાં સૌથી મોટા લક્ષ્યાંકને આંબ્યો હતો. અગાઉ આ રેકૉર્ડ ભારતના નામે હતો. ભારતે ૨૦૦૯માં શ્રીલંકા સામે મોહાલીમાં લક્ષ્યાંકનો પીછો કરતાં ૨૧૧ રન બનાવ્યા હતા. એ મૅચમાં યુવરાજ સિંહ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK