કુક-રૂટની સદી બાદ બોલરોએ બગાડી ભારતની હાલત

ભારતે ૪૬૪ રનના લક્ષ્યાંક સામે ૫૮ રનમાં ગુમાવી ત્રણ વિકેટ

cook

ગઈ કાલે પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારત નિશ્ચિત હાર તરફ ધકેલાયું હતું. ગઈ કાલે ઇંગ્લૅન્ડે ૮ વિકેટે ૪૨૩ રન કરી દાવ ડિક્લેર કર્યો હતો તેમ જ ભારતને જીત માટે અશક્ય એવો ૪૬૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે શરૂઆતમાં જ શિખર ધવન અને ત્યાર બાદ ચેતેશ્વર પુજારા ઝીરો અને વિરાટ કોહલી ઝીરો પર આઉટ થતાં બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બોલર જેમ્સ ઍન્ડરસને બે વિકેટ લઈને ગ્લેન મૅક્ગ્રાના ૪૬૩ રનના વર્લ્ડ રેકૉર્ડની બરોબરી કરી હતી. રમતનો સમય પૂરો થયો ત્યારે ભારતે ૧૮ ઓવરમાં ૫૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલ (૪૬) અને અજિંક્ય રહાણે (૧૦) ક્રીઝ પર હતા. ભારતને હજી ૪૦૬ રનની જરૂર છે.

એ પહેલા ઇંગ્લૅન્ડના ઓપનર અને ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કુકે ૧૪૭ રન ફટકારી પોતાની છેલ્લી ઇનિંગ્સને યાદગાર બનાવી હતી. તેની અને કૅપ્ટન જો રૂટ (૧૨૫) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૨૫૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. તે આઉટ થઈને જ્યારે સ્ટેડિયમ તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે લંડનના ઓવલ સ્ટેડિયમમાં લોકોએ ઘણા લાંબા સમય સુધી ઊભા રહીને તાળી પાડી પોતાના આ ખેલાડીએ આપેલા યોગદાન બદલ તેનો આભાર માન્યો હતો. ગઈ કાલે ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે પણ શાનદાર ૧૨૫ રન કર્યા હતા. કુકે ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ ૧૬૧ ટેસ્ટ રમવા ઉપરાંત સૌથી વધુ ૧૨,૪૭૨ રન કર્યા હતા અને ૩૩ સેન્ચુરી ફટકારી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK