છેલ્લી ટેસ્ટમાં અશ્વિનને બદલે જાડેજાને મળશે તક

ખરાબ બૅટિંગ-પ્રદર્શનને કારણે હાર્દિકની પસંદગી પર પ્રશ્નાર્થ

jadeja



ગૌરવ જોષી

આવતીકાલથી ઓવલમાં શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન નહીં રમે એવું લાગી રહ્યું છે. ગઈ કાલે ઑફ સ્પિનરે લંડનમાં ટીમના પ્રૅક્ટિસ-સેશનમાં પણ ભાગ લીધો નહોતો. ચોથી ટેસ્ટમાં માત્ર એક જ વિકેટ લેવા બદલ અશ્વિનની ઘણી ટીકા પણ કરવામાં આવી છે. અશ્વિનની ઈજા અને ખરાબ ફૉર્મને જોતાં રવીન્દ્ર જાડેજાને તક મળી શકે છે. રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે ઘણી પ્રૅક્ટિસ કરી હતી તેમ જ નેટ-સેશન દરમ્યાન અસિસ્ટન્ટ કોચ સંજય બાંગર સાથે વાતચીત કરતો પણ જોવા મળ્યો હતો.

જાડેજા વેસ્ટ ઇન્ડીઝના ૨૦૧૬ના પ્રવાસ બાદ ક્યારેય વિદેશમાં ભારતીય ટીમ તરફથી રમ્યો નથી. ૨૯ વર્ષના આ ખેલાડીને ભારતીય ઉપમહાખંડનો જ નિષ્ણાત ખેલાડી ગણવામાં આવે છે, પરંતુ અશ્વિનની ઈજાને જોતાં તેને છેલ્લી ટેસ્ટમાં તક મળી શકે છે. જાડેજાએ ૨૦૧૭-’૧૮ના ઇંગ્લૅન્ડના ભારતના પ્રવાસ દરમ્યાન ૨૬ વિકેટો લીધી હતી. બીજી તરફ હાર્દિક પંડ્યા પણ પોતાના સ્થાનને લઈને દબાણમાં છે. તેણે ચાર ટેસ્ટમાં માત્ર ૧૬૪ રન જ કર્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK