પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે કોહલી

વિરાટે પોતાની કૅપ્ટન્સીની ૩૮ ટેસ્ટમાં હંમેશાં ટીમમાં ફેરબદલ કર્યા છે : જો અશ્વિન ફિટ નહીં હોય તો જાડેજાને મળશે તક : ઇંગ્લૅન્ડને પણ પોતાના ટૉપ ઑર્ડરના બૅટ્સમેનોના ફૉર્મની ચિંતા

kohli

સિરીઝ હારી જવાની ઘણી નજીક પહોંચી ગયા બાદ વાપસી કરનાર ભારતીય ટીમ આજથી શરૂ થનારી ચોથી ટેસ્ટમાં પણ જીતની લય યથાવત્ રાખવાના ઇરાદાથી મેદાન પર ઊતરશે. પહેલી બે ટેસ્ટમાં હાર બાદ વિરાટ કોહલીની ટીમે શાનદાર પ્રદર્શન કરતાં નૉટિંગહૅમ ટેસ્ટ ૨૦૩ રનથી જીતી હતી. ભારતીય ટીમ હજી સિરીઝમાં ૧-૨થી પાછળ છે. છેલ્લી ટેસ્ટમાં ભારતના પ્રદર્શનને જોતાં એવું લાગે છે કે તે સર ડૉન બૅડમૅનની ઑસ્ટ્રેલિયાની ટીમના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકે છે જેણે ૧૯૩૬માં બે મૅચ હાર્યા બાદ એશિઝ સિરીઝ જીતી લીધી હતી. આ મેદાન પર અત્યાર સુધીમાં ત્રણ જ ટેસ્ટ રમાઈ છે. ઇંગ્લૅન્ડે શ્રીલંકાને (૨૦૧૧)માં અને ભારતને (૨૦૧૪)માં હરાવ્યું હતું.

ફાસ્ટ બોલરો માટે મદદગાર પિચ

ભારત પોતાની છેલ્લી મૅચના પ્રદર્શનથી પ્રેરણા લઈ શકે એમ છે જેમાં ફાસ્ટ બોલરોએ ઇંગ્લૅન્ડના ટૉપ ઑર્ડરની નબળાઈને જાણી લીધી હતી. કોહલીનું પ્રદર્શન પણ ભારત માટે સારું સાબિત થયું હતું. આ સિરીઝમાં અત્યાર સુધીમાં ૪૬ વિકેટ પૈકી ૩૮ વિકેટ ફાસ્ટ બોલરોએ જ લીધી હતી. ચોથી ટેસ્ટમાં પણ પિચ ફાસ્ટ બોલરો માટે મદદગાર સાબિત થશે. ભારતીય ફાસ્ટ બોલરોએ ઘણી પ્રૅક્ટિસ કરી હતી. જોકે જસપ્રીત બુમરાહે બોલિંગ નહોતી કરી. ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા અને મોહમ્મદ શમીએ પ્રૅક્ટિસ કરી હતી.

કુલદીપને મળશે તક?

બૅટ્સમેનોનું પ્રદર્શન સારું રહ્યું હોવાથી પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફારની શક્યતા નથી જેને કારણે છેલ્લી ૪૫ મૅચોથી દરેક મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરબદલની પરંપરા અટકી શકે છે જેની શરૂઆત ૨૦૧૪માં સધમ્પ્ટનમાંથી થઈ હતી. કોહલીએ પોતાની કૅપ્ટન્સીની ૩૮ ટેસ્ટ પૈકી તમામમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરબદલ કર્યો છે. નૉટિંગહૅમની પિચ સૂકી હતી જેનો ફાયદો બુમરાહને મળ્યો હતો, પરંતુ અહીં પિચ પર ઘાસ છે જે કુલદીપ યાદવ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ છે કે ભારતીય ટીમ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરબદલ કરશે કે નહીં. અશ્વિનની ફિટનેસને લઈને પણ ચિંતા છે. સોમવારે તેણે બોલિંગ નહોતી કરી, પરંતુ મંગળવારે પ્રૅક્ટિસ કરી હતી. રવીન્દ્ર જાડેજાએ બોલિંગ અને બૅટિંગ બન્નેની પ્રૅક્ટિસ કરી હતી. અશ્વિન જો નહીં રમે તો જાડેજાને તક મળે એવી શક્યતા છે.

ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત

ટીમ મૅનેજમેન્ટે આ મામલે હજી કંઈ સ્પષ્ટતા નથી કરી. તે વધારાના બૅટ્સમૅનને પણ તક આપી શકે છે. કરુણ નાયરે પણ બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. ઇંગ્લૅન્ડ માટે જૉની બેરસ્ટૉની ફિટનેસ ચિંતાનો વિષય છે. બેન સ્ટોક્સે પણ ડાબા પગના ઘુંટણ પર પટ્ટી બાંધીને પ્રૅક્ટિસ કરી હતી. બોલર તરીકે તેની ફિટનેસને લઈને ચિંતા છે. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે પણ ફિટનેસને કારણે પ્રૅક્ટિસ નહોતી કરી. જૉની બેરસ્ટૉના કવર તરીકે જેમ્સ વિન્સને ટીમમાં લેવાયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK