વિરાટની કૅપ્ટન્સી પર બોલ્યો હરભજન સિંહ

સિનિયર સ્પિનરના મતે કોહલીએ ઇંગ્લૅન્ડમાં સારું પ્રદર્શન કરવા માટે ઘણી મહેનત કરી છે

harbhajan

ભારતના અનુભવી સ્પિનર હરભજન સિંહના મતે ૩૮ ટેસ્ટમાં ૩૮ ફેરફાર વધુપડતા છે, પરંતુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સકારાત્મક પરિણામ આપી રહી હોવાથી કોઈ ફરક નથી પડતો. ભારત કોહલીની કૅપ્ટન્સીમાં ૩૮ ટેસ્ટમાં ૩૮ અલગ-અલગ ખેલાડીઓ સાથે મેદાનમાં ઊતર્યું છે. હરભજને કહ્યું હતું કે ‘અંગત રીતે મારું માનવું છે કે ૩૮ ટેસ્ટમાં ૩૮ ફેરબદલ વધુપડતા છે, પરંતુ દરેક કૅપ્ટન અલગ હોય છે. દરેક ટીમની જરૂરિયાત અલગ હોવાથી એ મુજબ ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે. આ રણનીતિ તેને માટે લાભદાયક પણ પુરવાર થઈ છે.’

હરભજને ભારતીય ટીમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ સિરીઝ જીતે એવી શક્યતા હતી. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં વાપસી કરી છે. કૅપ્ટન પ્લેઇંગ ઇલેવનમાં ફેરબદલ કરવાની વાતને સહજ ગણે છે. મૅનેજમેન્ટ અને ખેલાડીઓ પણ તૈયાર હોય તો કંઈ ફરક ન પડે.’ કોહલી આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં અત્યાર સુધી બે સદી બનાવી ચૂક્યો છે.

કોહલીની પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડની પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરવા તેણે ઘણી મહેનત કરી છે. બૉલને છોડવો તેમ જ રમવાને લઈને તેણે સાવચેતી રાખી છે. મેં આવા બહુ ઓછા બૅટ્સમેનો જોયા છે જે સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડમાં બૅટિંગને આટલી સરળ બનાવી દે છે. વિરાટની સૌથી મોટી ખૂબી એ છે કે તે જીતવા માટે જ રમે છે. પરિસ્થિતિ ભલે ગમે એ હોય. આવી પરિસ્થિતિમાં કેટલીક મૅચો હારી પણ જાય, પરંતુ લયમાં હોવાથી વધુ મૅચ જીતે છે.’ 

ભારત ચોથી ટેસ્ટ જીતી શકે છે : હરભજન

ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે ભારતની ક્રિકેટ-ટીમ સધમ્પ્ટનમાં રમાનારી પટૌડી ટ્રોફી સિરીઝની ચોથી ટેસ્ટ જીતી શકે છે, કારણ કે ત્યાંની પરિસ્થિતિ અને પિચ ભારતની ટીમને માફક આવે એવી છે. ભારતની ટીમ પહેલી બે ટેસ્ટ બૅટ્સમેનોના ધબડકાને કારણે હારી હતી, પણ બુધવારે નોટિંગહૅમમાં ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ૨૦૩ રનથી પછાડીને સિરીઝમાં જબરદસ્ત વાપસી કરી છે. ચોથી ટેસ્ટ ૩૦ ઑગસ્ટથી શરૂ થશે. હરભજને કહ્યું હતું કે ‘ત્રીજી ટેસ્ટમાં જોરદાર વિજય મેળવ્યા પછી ચોથી ટેસ્ટ ભારત જીતશે એની મને ખાતરી છે અને પાંચમી ટેસ્ટમાં કંઈ પણ થઈ શકે છે. ઓવલ ટેસ્ટમાં ભારતને અસલ ભારતમાં હોય એવી પિચ મળી શકે છે એટલે બે સ્પિનર સાથે ઊતરી શકે છે અને આપણી પાસે સિરીઝ ૩-૨થી જીતવાનો સારો મોકો છે. લૉર્ડ્સમાં પરિસ્થિતિ સારી ન હતી. ભારત સહિત ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો પણ સ્ટ્રગલ કરી રહ્યા હતા. પહેલી ટેસ્ટમાં ભારત ફક્ત ૩૧ રનથી હાર્યું હતું. એ ટેસ્ટમાં આપણે ૩૫૦ રન બનાવવાની જરૂર હતી. ઇંગ્લૅન્ડની બૅટિંગ લાઇનઅપ ભારત કરતાં સારી નથી. તેઓ ભારતના પેસ અને સ્પિન બન્ને સામે કમજોર લાગી રહ્યા છે. તેમના અમુક બૅટ્સમેનોનો ડોમેસ્ટિક રેકૉર્ડ ઘણો સાધારણ છે. ભારતમાં કોઈ ડોમેસ્ટિક બૅટ્સમૅને ટેસ્ટ-ટીમમાં આવવું હોય તો ૫૦ની ઍવરેજ તો હોવી જોઈએ. વન-ડે ટીમ સારી છે, પણ ટેસ્ટ-ટીમ ઘણી કમજોર છે.’

૧૦૩ ટેસ્ટમાં ૪૧૭ વિકેટનો અનુભવ ધરાવતા હરભજને બોલિંગ અટૅકનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘ભારત પાસે અત્યારે ઘણો સારો બોલિંગ અટૅક છે જે પહેલાં નહોતો. હવે આપણી પાસે ત્રણ સારા પેસ બોલર છે અને સાથે હાર્દિક પંડ્યા પણ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK