ચેતેશ્વર પુજારાની સદીથી ભારતની સ્થિતિ મજબૂત

મોઇને લીધી પાંચ વિકેટ : ઍન્ડરસનને એક પણ વિકેટ નહીં

જહરોીો

સધમ્પ્ટનમાં શરૂ થયેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતનો દાવ ૨૭૩ રનમાં પૂરો થયો હતો અને એને ૨૭ રનની લીડ મળી હતી. ભારત વતી ચેતેશ્વર પુજારાએ લડાયક સદી ફટકારી હતી અને તે ૧૩૨ રને નૉટઆઉટ રહ્યો હતો. પહેલા દિવસે ઇંગ્લૅન્ડ ૨૪૬ રનમાં ઑલઆઉટ થયા બાદ ભારતે વિના વિકેટે ૧૯ રન કર્યા હતા. મોઇન અલીએ ૬૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી જ્યારે સ્ટુઅર્ટ બ્રૉડે ૬૩ રન આપીને ૩ જ્યારે બેન સ્ટોક્સે ૨૩ રન અને સૅમ કરૅને ૪૧ રન આપીને ૧-૧ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે બીજા દાવમાં ચાર ઓવરમાં ૬ રન બનાવ્યા છે.

ભારતે ઓવïરનાઇટ સ્કોર ૧૯ રનથી રમવાનું શરૂ કર્યા બાદ સ્ટુઅર્ટ બ્રૉડ ત્રાટક્યો હતો અને તેણે લોકેશ રાહુલ અને શિખર ધવનને આઉટ કર્યા હતા. બે વિકેટે ભારતનો સ્કોર ૫૦ રન થયો હતો. જોકે ત્યાર બાદ ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી વચ્ચે ૯૨ રનની પાર્ટનરશિપ થઈ હતી અને લંચ સમયે ભારતનો સ્કોર બે વિકેટે ૧૦૦ રન હતો. ૧૪૨ના સ્કોર પર સૅમ કરૅને વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. તેણે ૭૧ બૉલમાં ૪૬ રન બનાવ્યા હતા. ત્યાર બાદ અજિંક્ય રહાણેની વિકેટ બેન સ્ટોક્સે લીધી હતી અને ભારતનો સ્કોર ચાર વિકેટે ૧૬૧ રન થયો હતો.

મોઇન અલીના સ્પિનનો જાદુ

ત્યાર બાદ મોઇન અલી ત્રાટક્યો હતો અને ૧૬૧થી ૨૨૭ રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટે લીધી હતી. તેણે રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, મોહમ્મદ શમી અને ઇશાન્ત શર્માને આઉટ કર્યા હતા. તેની બોલિંગ એટલી ધારદાર હતી કે ફટકાબાજી કરનારા રિષભ પંતે ૨૯ બૉલ સુધી ખાતું ખોલ્યું નહોતું અને તે ઝીરોમાં આઉટ થયો હતો. જોકે આ વચ્ચે પુજારા અને ઇશાન્ત શર્માએ ૩૨ રનની પાર્ટનરશિપ કરી હતી.

બુમરાહ સાથે ૪૬ રનની પાર્ટનરશિપ

૯ વિકેટ પડ્યા બાદ પુજારા સાથે જસપ્રીત બુમરાહ આવ્યો હતો અને તેણે પુજારાને સારો સાથ આપ્યો હતો. તેણે ૨૪ બૉલમાં માત્ર ૬ રન બનાવ્યા હતા અને દસમી વિકેટ માટે મહત્વની ૪૬ રનની પાર્ટનરશિપ કરી હતી. પુજારાએ બાકીના રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડમાં પુજારાની પહેલી સદી

ગઈ કાલે ચેતેશ્વર પુજારાએ તેની કરીઅરની ૧૫મી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી જે ઇંગ્લૅન્ડ સામે પાંચમી અને ઇંગ્લૅન્ડની ધરતી પર પહેલી હતી. આ સાથે એશિયાની બહાર તેની આ બીજી સદી હતી.

કૅચમાં કોહલીની ડબલ સેન્ચુરી

ઍલસ્ટર કુક અને જૉસ બટલરનો કૅચ લઈને વિરાટ કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ફીલ્ડર તરીકે કૅચની ડબલ સેન્ચુરી કરી છે. ૨૦૦થી વધારે કૅચ લેનારો તે ચોથો ભારતીય ક્રિકેટર છે. વિરાટ કોહલીએ ટેસ્ટ-મૅચમાં ૬૭, વન-ડે ઇન્ટરનૅશનલમાં ૧૦૧ અને T૨૦માં ૩૨ કૅચ કર્યા છે. રાહુલ દ્રવિડે ૩૩૪, મોહમ્મદ અઝહરુદ્દીને ૨૬૧ અને સચિન તેન્ડુલકરે ૨૫૬ કૅચ પકડી છે.

વિરાટ કોહલીના ૬૦૦૦ રન: ત્રણ દિગ્ગજોને પાછળ છોડ્યા

વિરાટ કોહલીએ ગઈ કાલે જ્યારે છ રન બનાવ્યા ત્યારે તેણે ટેસ્ટ-મૅચોમાં ૬૦૦૦ રન બનાવવાની સિદ્ધિ મેળવી હતી. ૬૦૦૦ રન બનાવનારા ભારતીય ક્રિકેટરોમાં તે દસમો ખેલાડી બન્યો હતો. જોકે સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવનારો તે બીજો ક્રિકેટર બન્યો છે. ભારતમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન સુનીલ ગાવસકરે માત્ર ૧૧૭ ઇનિંગ્સમાં બનાવ્યા છે. ત્યાર બાદ હવે ૧૧૯ ઇનિંગ્સમાં ૬૦૦૦ રન બનાવવાનું માન વિરાટ કોહલીએ મેળવ્યું છે.

સચિન તેન્ડુલકરે ૧૨૦ ઇનિંગ્સમાં ટેસ્ટ-ક્રિકેટમાં ૬૦૦૦ રન પૂરા કર્યા હતા.

અશ્વિને લીધી ૧૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ


ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટમાં સૅમ કરૅનની વિકેટ સાથે જ રવિચન્દ્રન અશ્વિને વિદેશોમાં ૧૦૦ વિકેટ લેવાનું પરાક્રમ કર્યું છે. આવું કરનારો તે પાંચમો ભારતીય છે. અશ્વિને ૬૨ ટેસ્ટ-મૅચમાં ૨૬ રનની ઍવરેજથી ૩૨૬ વિકેટ લીધી છે જેમાં વિદેશમાં ૧૦૧ વિકેટનો સમાવેશ છે. તેણે ૨૬ વાર ઇનિંગ્સમાં પાંચ વિકેટ અને ત્રણ વાર મૅચમાં ૧૦ વિકેટ લીધી છે.

વિદેશમાં ૧૦૦થી વધારે વિકેટ લેનારા ભારતીય બોલરો

બોલર                 વિકેટ

અનિલ કુંબલે         ૨૬૯

હરભજન સિંહ         ૧૫૨

બિશન સિંહ બેદી      ૧૨૯

આર. અશ્વિન          ૧૦૧

બી. ચંદ્રશેખર          ૧૦૦

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK