રૂટને રનઆઉટ કરીને કોહલીએ પાસું પલટ્યું

બર્મિંગહૅમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ૯ વિકેટે બનાવ્યા ૨૮૫ રન, શમીએ બે અને અશ્વિને લીધી ચાર વિકેટ, ચેતેશ્વર પુજારાને બદલે શિખર ધવનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન

ashwin

ભારતીય બોલરોના વેધક પ્રદર્શનને કારણે બર્મિંગહૅમમાં શરૂ થયેલી પહેલી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ૮૮ ઓવરમાં ૯ વિકેટ ૨૮૫ રન બનાવ્યા હતા. લીધી હતી. કૅપ્ટન જો રૂટ ૮૦ રન પર વિરાટ કોહલી દ્વારા રનઆઉટ થતાં અચાનક મૅચનું પાસું પલટાયું હતું. ત્યાર બાદ ભારતીય બોલરોએ ફટાફટ ત્રણ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે ટૉસ જીતી પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ઍલ્સટર કુકને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ત્યાર બાદ મોહમ્મદ શમીએ કીટૉન જૅનિંગ્સને આઉટ કર્યો હતો. શમીએ જ ડેવિડ મૅલનને (૮) આઉટ કરી ઇંગ્લૅન્ડની હાલતને બગાડી હતી. ત્યાર બાદ જો રૂટ અને જૉની બૅરસ્ટોએ (૭૦) વચ્ચે ચોથી વિકેટ માટે ૧૦૪ રનની પાર્ટનરશિપ થઈ હતી.

રૂટે પોતાના ૬૦૦૦ રન પણ પૂરા કર્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમ સામે ભારતીય બોલરો પ્રભાવશાળી પ્રદર્શન નહીં કરી શકે એવું જ લાગતું હતું, પરંતુ અશ્વિનની ઓવરમાં રૂટ રનઆઉટ થતાં અચાનક પરિસ્થિતિ બદલાઈ હતી. રૂટ આઉટ થયા બાદ ફાસ્ટ બોલર ઉમેશ યાદવે જૉની બૅરસ્ટોની વિકેટ ઝડપી હતી. અશ્વિને સારા ફોર્મમાં ચાલી રહેલા જૉસ બટલરની (૦) વિકેટ લેતાં જ ઇંગ્લૅન્ડની હાલત ખરાબ થઈ હતી.

વિરાટ કોહલીએ ગઈ કાલે અશ્વિનને ઇનિંગ્સની સાતમી ઓવરમાં જ બોલિંગ માટે બોલાવ્યો હતો. વળી આ નિર્ણય ભારત માટે યોગ્ય સાબિત થયો હતો, કારણ કે તેણે પોતાની બીજી જ ઓવરમાં કુકને આઉટ કર્યો હતો. આમ અશ્વિને કુકને સતત આઠમી વખત આઉટ કર્યો હતો. ભારતે ગઈ કાલે પ્લેઇંગ ઇલેવનમાં ચેતેશ્વર પુજારાને બદલે શિખર ધવન પર વિશ્વાસ મૂક્યો હતો. લોકેશ રાહુલ પણ ત્રીજા ક્રમાંકે બૅટિંગમાં ઊતરશે.

રૂટના સૌથી ઝડપી ૬૦૦૦ રન

ગઈ કાલે ૪૦ રન બનાવ્યા ત્યારે જો રૂટે ટેસ્ટમાં પોતાના ૬૦૦૦ રન પૂરા કર્યા હતા. ટેસ્ટમાં પદાર્પણ બાદ પાંચ વર્ષ અને ૨૩૧ દિવસ બાદ તેણે આ રન બનાવ્યા હતા. આમ આ મામલે તેણે ભૂતપૂર્વ કૅપ્ટન ઍલ્સટર કુકના પાંચ વર્ષ અને ૩૩૯ દિવસમાં આટલા રન કરવાના રેકૉર્ડને તોડ્યો હતો. રૂટે આ રન પોતાની ૧૨૭મી ઇનિંગ્સમાં કર્યા હતા. આટલા રન કરવા માટે સૌથી યુવા ખેલાડીના મામલે તે સચિન તેન્ડુલકર અને ઍલ્સટર કુક બાદ ત્રીજો ખેલાડી બન્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK