અંગ્રેજ પૂંછડિયાઓ ફરી નડ્યા, ભારતીય બૅટ્સમેનોનો ધબડકો

મૅચમાં હજી ૧૫૮ રન પાછળ : ભારતીય બોલરોએ ૧૮૧ રનમાં ૭ વિકેટ લીધી હતી, પરંતુ છેલ્લી ત્રણ વિકેટ માટે થયેલી પાર્ટનરશિપમાં અંગ્રેજોએ ૧૫૧ રન દ્વારા મૅચમાં વાપસી કરી

match



ગઈ કાલે લંડનમાં રમાતી પાંચમી ટેસ્ટના બીજા દિવસે ભારતે ફરી એક વાર ખરાબ રમતનું પ્રદર્શન કરતાં ઇંગ્લૅન્ડે કરેલા ૩૩૨ રનના જવાબમાં ૬ વિકેટે ૧૭૪ રન કર્યા હતા. શિખર ધવન કરી એક વાર નિષ્ફળ જતાં માત્ર ત્રણ રને આઉટ થયો હતો. ત્યાર બાદ લોકેશ રાહુલ (૩૭) અને ચેતેશ્વર પુજારા (૩૭) વચ્ચે  ૬૪ રનની પાર્ટનરશિપ થઈ હતી. બૅટિંગમાં નિષ્ફળ રહેલા સૅમ કરૅને લોકેશ રાહુલને તો જેમ્સ ઍન્ડરસને પુજારાને તેમ જ અજિંક્ય રહાણને ઝીરો પર આઉટ કરી ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધું હતું. વિરાટ કોહલીએ ફરી એક વાર કૅપ્ટન ઇનિંગ્સનું પ્રદર્શન કરતા સૌથી વધુ ૪૯ રન કર્યા હતા. બેન સ્ટોક્સે તેની વિકેટ લીધી હતી. પહેલી ટેસ્ટ રમનાર હનુમા વિહારી (૨૫) અને રવીન્દ્ર જાડેજા (૮) મૅચનો સમય પુરો થયો ત્યારે ક્રીઝ પર હતા.

એ પહેલાં જૉસ બટલરે (૮૯) કરીઅરની દસમી હાફ-સેન્ચુરી ફટકારતાં ઇંગ્લૅન્ડની ટીમને મૅચમાં વાપસી કરાવી હતી. શુક્રવારે મૅચનો સમય પૂરો થયો ત્યારે ઇંગ્લૅન્ડે ૭ વિકેટ ગુમાવીને ૧૯૮ રન કર્યા હતા. સવારે ભારતીય ફાસ્ટ બોલરો પૂંછડિયા બૅટ્સમેનોને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સિરીઝમાં ઇંગ્લૅન્ડના પૂંછડિયા બૅટ્સમેનોના પ્રદર્શનને કારણે જ ભારત ૩-૧થી પાછળ છે. આ ઘટનાનું પુનરાવર્તન ગઈ કાલે પણ થયું હતું. બટલરે આદિલ રાશિદ (૧૫) સાથે ૪૫ રનની તો સ્ટુઅર્ટ બ્રૉડ સાથે (૩૮) નવમી વિકેટ માટે ૫૦ રનની પાર્ટનરશિપ કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK