જીતથી માત્ર એક વિકેટ દૂર ટીમ ઈન્ડિયા

ત્રીજી ટેસ્ટમાં ભારતની વાપસી, જીત માટે માત્ર એક વિકેટની જરૂર

bumrah



જસપ્રીત બુમરાહની શાનદાર પાંચ વિકેટને કારણે ગઈ કાલે ભારતે નૉટિંગહૅમ ટેસ્ટના ચોથા દિવસે શાનદાર વિજયની નજીક છે. ભારતે આપેલા ૫૨૧ રનના જીતના લક્ષ્યાંક સામે ઇંગ્લૅન્ડની ટીમે ૧૦૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૩૦૫ રન કર્યા હતા. તેને ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ સારો સાથ આપ્યો હતો. ગઈ કાલે ઇંગ્લૅન્ડે પોતાના ચાર વિકેટ માત્ર ૬૨ રનમાં જ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ જૉસ બટલર (૧૦૬) અને બેન સ્ટોક્સ (૬૨) વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૬૯ રનની પાર્ટનરશિપ થતાં અચાનક પરિસ્થિતિ બદલાઈ જશે એવું લાગવા માંડ્યું હતું, પરંતુ બુમરાહે નવો બૉલ લીધા બાદ ઇનિંગ્સની ૮૩મી ઓવરમાં બટલરને લેગ બિફોર વિકેટ કર્યો હતો તો ત્યાર બાદના બીજા જ બૉલમાં ઈજાગ્રસ્ત જૉની બૅરસ્ટૉને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ ક્રિસ વોક્સને પણ રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવીને ઇંગ્લૅન્ડની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

ગઈ કાલે વિના વિકેટે ૨૩ રનથી શરૂઆત કરીને ઇંગ્લૅન્ડના ઓપનરો વધુ ટકી શક્યા નહોતા. ઇશાન્ત શર્માએ પહેલા કલાકમાં ૪૩ રનમાં ૨ વિકેટ લેતાં લંચ વખતે ઇંગ્લૅન્ડે ૮૪ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દિધી હતી. કીટોન જૅનિંગ્સ ગઈ કાલે દિવસના પાંચમા બૉલમાં જ આઉટ થયો હતો તો ઇશાન્તે ત્યાર બાદ ઍલસ્ટર કુક (૧૭)ને સ્લિપમાં લોકેશ રાહુલના હાથમાં કૅચઆઉટ કર્યો હતો. ૩૨ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ જો રૂટ (૧૩) અને ઓલિવર પૉપ (૧૬) વચ્ચે ૩૦ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે તેમને રન લેવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. આ બન્ને ઇનિંગ્સની ૨૫ અને ૨૬મી ઓવરમાં આઉટ થયા હતા. બુમરાહની ઓવરમાં રાહુલે રૂટનો સ્વિપમાં શાનદાર કૅચ કર્યો હતો તો શમીની ઓવરમાં કોહલીએ પૉપનો કૅચ પકડ્યો હતો.

રિષભ પંતે ૨૭મી ઓવરમાં જૉસ બટલરનો કૅચ છોડ્યો હતો. તેણે પોતાની કરીઅરની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી. બટલરે ૧૭૬ બૉલમાં ૨૧ ચોગ્ગાની મદદથી ૧૦૬ રન કર્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK