IND VS AUS: પહેલા દિવસના અંતે ભારત 250/ 9, પૂજારાની શતકીય બાજી

ભારતીય ટીમે 41 રનમાં જ ચાર વિકેટ ગુમાવી હતી

CHETESHWAR POOJARA

પુજારાએ ટીમ ઈન્ડિયાની નવી દિવાલની જેમ એડિલેડ ટેસ્ટમાં દેખાડ્યો દમ 



આજથી એડીલેડમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. . ત્યારે ભારતીય ટીમ પ્રથમ દિવસના અંતે 9 વિકેટ ગુમાવીને 250 રન બનાવી શકી છે. પૂજારા સિવાય ટોપ ઓર્ડર ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે ઘરાશાયી થયો હતો. એક સમયે 100 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી. જો કે પૂજારાની શતકીય પારીના કારણે ભારતનો સ્કોર પ્રથમ દિવસના અંતે 9 વિકેટના નુકશાન પર 250 સુઘી પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેડ સિવાય બધા જ બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયાની નબળી ટીમને નાથી શકશે વિરાટ બ્રિગેડ?


ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 41 રનમાં જ ચાર વિકેટ ગુમાવી હતી ત્યારબાદ રોહીત શર્મા અને પુજારાએ બાજી સંભાળી હતી જો કે રોહીત પણ શોટ મારવા જતા માત્ર 37 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારાએ ભારતીય ઇનિંગને સંભાળતા આગળ વધારી હતી અને 231 બોલમાં કરીયરની 16મી ટેસ્ટ સદી ફટકારી હતી અને 123 રને રનઆઉટ થયો હતો. પૂજારાની ઈનિંગને કારણે ભારત 250ના સામાન્ય સ્કોર પર પહોંચી શક્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK