રાશિદ ખાને ૨૬ ઓવરમાં ૧૨૦ રન આપ્યા ને મળી માત્ર એક જ વિકેટ

ધવન અને વિજયની સેન્ચુરી બાદ અફઘાનિસ્તાનની ટીમે કરી વાપસી

rashid

વરસાદના વિઘ્નવાળી પહેલી ઐતિહાસિક ટેસ્ટના પહેલા જ દિવસે અફઘાનિસ્તાનની ટીમના ખેલાડીઓને આ ફૉર્મેટની અનિશ્ચિતતાનો અનુભવ થયો : એક સમયે ૨૮૦ રને એક વિકેટ ગુમાવનાર ભારતીય ટીમે દિવસના અંતે ૩૪૭ રનમાં ગુમાવી છ વિકેટ

શિખર ધવન અને મુરલી વિજયે ટેસ્ટ-ક્રિકેટમાં અફઘાનિસ્તાનનું સ્વાગત સદી સાથે કર્યું. જોકે ઐતિહાસિક ટેસ્ટના વરસાદના વિઘ્નવાળા પહેલા દિવસે અફઘાન બોલરોએ છેલ્લા સેશનમાં વાપસી કરી હતી. ધવને માત્ર ૯૬ બૉલમાં ૧૦૭ રન બનાવીને પહેલા સેશનમાં અફઘાન બોલરોની હાલત બગાડી હતી તો વિજયે ૧૫૩ બૉલમાં ૧૦૫ રન બનાવ્યા હતા. બન્નેએ મળીને ૨૮.૪ ઓવરમાં ૧૬૮ રન કર્યા હતા. જોકે વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમે છેલ્લા સેશનમાં ૩૨ ઓવરમાં ૯૯ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી હતી. પહેલી ટેસ્ટમાં પહેલા જ દિવસે અફઘાનિસ્તાનને ટેસ્ટ-ક્રિકેટની અનિશ્ચિતતાનો સારો એવો અનુભવ થયો.

પહેલાં બે સેશનમાં એવું લાગી રહ્યું હતું કે અફઘાન બોલરો ભારતની મજબૂત બૅટિંગ લાઇન સામે નહીં ટકી શકે, પરંતુ છેલ્લા સેશનમાં વિજયને યામિન અહમદઝઈ અને લોકેશ રાહુલને (૫૪) વફાદારે આઉટ કર્યા હતા. અહમદઝઈએ ૧૩ ઓવરમાં ૩૨ રન આપી બે અને વફાદારે ૧૫ ઓવરમાં ૫૩ રન આપી એક વિકેટ લીધી હતી. વિજય અને રાહુલે બીજી વિકેટ માટે ૧૧૨ રનની પાર્ટનરશિપ કરી હતી, પરંતુ તેમના આઉટ થયા બાદ ભારતની વિકેટો ઝડપથી પડી હતી.

કૅપ્ટન અજિંક્ય રહાણેએ ૪૫ બૉલમાં ૧૦ અને ચેતેશ્વર પુજારા ૩૫ રન બનાવીને આઉટ થયા હતા. રહાણેને રાશિદ ખાને આઉટ કરી પોતાની પહેલી ટેસ્ટ-વિકેટ લીધી હતી. તો મુજીબ રહમાને પુજારાને આઉટ કર્યો હતો. દિનેશ કાર્તિક ચાર રન બનાવીને રનઆઉટ થયો હતો. વ્૨૦માં અત્યંત સફળ રહેલા લેગ સ્પિનર રાશિદ ખાને ૨૬ ઓવરમાં ૧૨૦ રન આપ્યા હતા અને માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. પરિણામે તેને વ્૨૦ અને ટેસ્ટ વચ્ચેનું અંતર સારી રીતે સમજાઈ ગયું હશે. જોકે છેલ્લા સેશનમાં તેણે સારી બોલિંગ કરી હતી અને ૯ ઓવરમાં ૧૫ રન આપી એક વિકેટ લીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK