શ્રીલંકાના પ્રવાસ માટેની અન્ડર-૧૯ ટીમમાં અર્જુનની પસંદગી

આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં છેક ૪૩મો ક્રમાંક હોવા છતાં ટીમમાં તેનો સમાવેશ થતાં ઊઠ્યા અનેક સવાલો

arjun

સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરની શ્રીલંકાના પ્રવાસ માટેની ભારતની અન્ડર-૧૯ ટીમમાં પસંદગી થઈ છે. અન્ડર-૧૯ ટીમ આ પ્રવાસમાં ચાર દિવસની બે અને પાંચ વન-ડે મૅચો રમશે. ૧૮ વર્ષના લેફ્ટી બૉલર અર્જુનની જુલાઈ મહિનામાં થનારી ચાર દિવસની મૅચો માટે પસંદગી થઈ છે. તેને વન-ડે ટીમમાં સ્થાન નથી મYયું. અર્જુન ઝોનલ ક્રિકેટ ઍકïૅડેમી દ્વારા રાખવામાં આવેલા કૅમ્પનો સભ્ય હતો એટલું જ નહીં, તે ઉનામાં મૅચો પણ રમ્યો હતો. ૬ ફુટ ૧ ઇંચની ઊંચાઈ ધરાવતો અર્જુન લેફ્ટી ફાસ્ટ બોલર ઉપરાંત લોઅર મિડલ ઑર્ડરનો સારો બૅટ્સમૅન પણ છે.

ચાર દિવસની મૅચનું નેતૃત્વ દિલ્હીનો વિકેટકીપર-બૅટ્સમૅન અનુજ રાવત સંભાળશે જે દિલ્હી તરફથી ૨૦૧૭-’૧૮ દરમ્યાન રણજી મૅચોમાં રમ્યો હતો. અર્જુન તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ગ્લોબલ વ્૨૦ સિરીઝમાં કરેલા શાનદાર ઑલરાઉન્ડ પ્રદર્શનને કારણે ચર્ચામાં હતો જે આ વર્ષે જાન્યુઆરીમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં એક મૅચમાં તેણે ૪ ઓવરમાં ૪ વિકેટ લેવા ઉપરાંત ૨૪ બૉલમાં આક્રમક ૪૮ રન પણ ફટકાર્યા હતા.

અર્જુને કૂચબિહાર ટ્રોફી (નૅશનલ અન્ડર-૧૯)માં કુલ ૧૮ વિકેટ લીધી હતી. તે આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ૪૩મા ક્રમાંક પર હતો. રસપ્રદ વાત એ છે કે આ સીઝનમાં કુલ ૫૦ વિકેટ લેનાર હિમાચલ પ્રદેશના આયુષ જમવાલને કોઈ પણ ટીમમાં સ્થાન નથી મYયું. ભારતીય ક્રિકેટ બોર્ડ અને કોચ રાહુલ દ્રવિડે તમામને એવી સૂચના આપી છે કે જે ખેલાડીઓ આ વર્ષે ૧૯ વર્ષ પૂરા કરતા હોય તેમની સારું પ્રદર્શન છતાં ટીમમાં પસંદગી કરવામાં ન આવશે. એને બદલે તેમને રણજી ટ્રોફીમાં જ રમાડવામાં આવશે એથી અર્જુન કરતાં પણ સારું પ્રદર્શન કરવા છતાં ઘણા ખેલાડીઓની અન્ડર-૧૯ ટીમમાં પસંદગી થઈ નહોતી.

સિલેક્શન કમિટીને અર્જુનનો વિકેટ લેનારાઓની યાદીમાં ૪૩મા ક્રમાંક વિશે પ્રfન પૂછવામાં આવતાં એણે કહ્યું હતું કે ‘જો તમે યાદી જોશો તો અર્જુન એકમાત્ર ફાસ્ટ બોલર છે. મોટા ભાગના સ્પિનરો જ છે. કુલ ૩૩ વિકેટ લેનાર અજય દેવ ગૌડ એકમાત્ર અન્ય ઑલરાઉન્ડર છે, પરંતુ તે પણ સ્લૉ મીડિયમ પેસર છે તો અર્જુન ફાસ્ટ બોલર છે.

ઉનામાં વેસ્ટ અને સાઉથ ઝોન વચ્ચે રમાયેલી અન્ડર-૧૯ મૅચમાં અર્જુને ૩૭ રન આપી ૪ વિકેટ લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનામાં રાખવામાં આવેલી મૅચમાં અર્જુને સારું પ્રદર્શન કર્યું હોવાનું કોઈને ખબર નથી. અર્જુનને સચિનના અંગત મિત્ર તેમ જ ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સુબ્રોતો બૅનરજીએ તાલીમ આપી હતી. ધરમશાલામાં પણ તેણે નેટ-બોલર તરીકે કામગીરી બજાવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK