મૅચ સમયસર પૂરી થાય એ માટે ICC બનાવી રહ્યું છે કડક નિયમો

દરેક ઓવર પૂરી થાય કે તરત બોલર અને ફીલ્ડરોએ પોતપોતાના સ્થાને જતા રહેવું પડશે એટલું જ નહીં, એક બૅટ્સમૅન આઉટ થાય એટલે બીજાએ ચોક્કસ સમયમાં મેદાનમાં આવવું પડશે; નહીં તો ટીમના કૅપ્ટનને થશે દંડ

icc



ICCના છેલ્લાં ૧૧ વર્ષના ક્રિકેટના ડેટા ગણાવે છે કે ટેસ્ટ-ક્રિકેટમાં ઓવરરેટ સૌથી ધીમો છે. ટેસ્ટ જ નહીં, ટી૨૦માં પણ સ્લો ઓવરરેટની સમસ્યા છે. કોઈ પણ ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવરનો ક્વોટા પૂરો કરી શકતી નથી જેને કારણે મૅચ સમયસર પૂરી થતી નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેર્લબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)ની વર્લ્ડ ક્રિકેટ કમિટીએ ક્રિકેટમાં શૉર્ટ ક્લૉકનો નિયમ લાવવાની ભલામણ કરી છે. આ સમિતિમાં ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી ઉપરાંત ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ પણ છે. મંગળવારે પત્રકારો સાથે વાતચીત કરતાં પૉન્ટિંગે કહ્યું હતું કે ક્રિકેટમાં શૉર્ટ ક્લૉક લાવવાનો હેતુ મૅચ દરમ્યાન ખોટા બગડતા સમયને રોકવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે ઓવર પૂરી થયા બાદ તરત જ બોલર અને ફીલ્ડરો પોતપોતાના સ્થાને જતા રહે. એ જ પ્રમાણે એક બૅટ્સમૅન આઉટ થયા બાદ બીજા બૅટ્સમૅને પણ તરત મેદાનમાં આવવું પડશે. ખેલાડીઓએ પણ ચોક્કસ સમયમાં પોતાના સ્થાને પહોંચવું પડશે.

રિકી પૉન્ટિંગે વધુમાં કહ્યું હતું કે ‘અમે શૉર્ટ ક્લૉકના નિયમનું પાલન ન કરે તો ઘણીબધી રીતે કૅપ્ટનને દંડ કરવા વિશે પણ ચર્ચા કરી છે. જોકે કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી. જોકે અમને લાગે છે કે કૅપ્ટન શૉર્ટ ક્લૉકનો નિયમ લાગુ થયા બાદ મૅચ સમયસર પૂરી થાય એનું ધ્યાન રાખશે.’ ICC તમામ સૂચનો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. બાસ્કેટબૉલ અને ટેનિસ જેવી રમતોમાં શૉર્ટ ક્લૉકનો નિયમ ઘણાં વર્ષોથી અમલમાં છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK