મને જવાબદારી લેવાનું ગમે છેઃ ખલીલ અહમદ

રાજસ્થાનના આ ખેલાડીઓ કૅપ્ટન પાસે સામેથી ઇનિંગ્સની શરૂઆતમાં બોલિંગ આપવાની માગણી કરી તેમ જ જવાબદારી સારી રીતે પાર પાડી

khalil ahmed



વેસ્ટ ઇન્ડીઝની બે વિકેટ લઈને જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહમદે કહ્યું હતું કે મને જવાબદારી લેવાનું પસંદ છે. મંગળવારે રમાયેલી બીજી વ્૨૦માં ખલીલે જાતે જ કૅપ્ટન પાસેથી નવા બૉલથી બોલિંગની માગણી કરી હતી. તેણે કૅપ્ટન રોહિત શર્માનો વિશ્વાસ પણ જીત્યો એટલું જ નહીં, બે મહત્વની વિકેટ લઈને વિરોધી ટીમને મુશ્કેલીમાં નાખી હતી. રાજસ્થાનના ટોન્કમાં રહેનાર આ બોલરે વિરોધી ટીમના બન્ને ઓપનરોને આઉટ કર્યા હતા.

વિજય બાદ ખલીલે કહ્યું હતું કે ‘મને જવાબદારી લેવાનું ગમે છે. જ્યારે હું નાનો હતો ત્યારથી જ ભારત તરફથી રમવાનાં સપનાં જોતો હતો. મને તક મળી છે તો દબાણમાં આવીને રમવાનો કોઈ અર્થ નથી. એનાથી મારા પ્રદર્શન પર અસર પડે છે. રમતનો આનંદ ઉઠાવવો અને દેશ માટે સારું રમવું મારું એકમાત્ર લક્ષ્ય છે. મને મારી ક્ષમતા પર વિશ્વાસ છે. જો તમે તમારી રમતનો આનંદ ઉઠાવો છો તો રમતમાં સારું પ્રદર્શન કરવાની ઇચ્છા વધી જાય છે.’


આ પણ વાંચોઃ ટીમમાં વાપસી માટે કાઉન્ટી ક્રિકેટ નહોતો રમ્યો : વિજય


ખલીલ એશિયા કપ દરમ્યાન જાણીતો થયો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ૭ વિકેટ તેણે લીધી હતો. ૨૦ વર્ષનો આ બોલર ગઈ આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. તેણે આઈપીએલમાં મળેલા અનુભવને પોતાના અત્યાર સુધીના પ્રદર્શન માટે ઘણો મદદગાર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે ‘આઈપીએલમાં રમીને ભારતીય ટીમમાં આવવાથી ઘણો લાભ મળ્યો, કારણ કે તમારે તમારી રમતમાં બહુ ફેરફાર કરવાની જરૂર નથી હોતી, કારણ કે તમે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરી ચૂક્યા હો છો. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK