ઇંગ્લૅન્ડે વન-ડેમાં સૌથી મોટા વિજય સાથે જીતી સિરીઝ

અંગ્રેજ ટીમે ૬ વિકેટે બનાવેલા રેકૉર્ડ-બ્રેક ૪૮૧ રનના સ્કોર સામે કાંગારૂઓ ૨૩૯ રનમાં થયા ઑલઆઉટ, ૩-૦થી સિરીઝ જીતી ચૂકેલું ઇંગ્લૅન્ડ ક્લીન સ્વીપ કરવા માગશે

england

નોટિંગહૅમમાં રમાયેલી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મૅચ દરમ્યાન જે કંઈ થયું એનાથી ફરી એક વાર સાબિત થઈ ગયું કે ઇંગ્લૅન્ડની ટીમ આ ફૉર્મેટની નંબર વન ટીમ છે. ઇંગ્લૅન્ડની ટીમે આ મૅચમાં પહેલાં બૅટિંગ કરતાં વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો ૪૮૧ રનનો સ્કોર કર્યો હતો. એણે આ રેકૉર્ડ મેળવતાં પોતાનો જ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. ઇંગ્લૅન્ડે ૨૦૧૬માં પાકિસ્તાન સામે ૪૪૪ રનનો રેકૉર્ડ બનાવ્યો હતો. ઇંગ્લૅન્ડે કરેલા ૬ વિકેટે ૪૮૧ રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ૩૭ ઓવરમાં ૨૩૯ રને જ ઑલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઇંગ્લૅન્ડે ૨૪૨ રનની રેકૉર્ડ જીત મેળવી હતી. આમ ઇંગ્લૅન્ડ આ સિરીઝમાં ૩-૦થી અજય લીડ મેળવી ચૂક્યું છે. હવે બાકી રહેલી બે મૅચમાં જીત મેળવી એ ક્લીન સ્વીપ કરવા માગશે.

ઑસ્ટ્રેલિયાએ આ મૅચમાં ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડના ઓપનર જૅસન રૉય (૮૨) અને જૉની બૅરસ્ટૉ (૧૩૯) વચ્ચે પહેલી વિકેટ માટે ૧૫૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. જૅસન રૉય બાદ ઍલેક્સ હેલ્સે (૯૨ બૉલમાં ૧૪૭ રનની) આક્રમક બૅટિંગ કરી હતી. ઓઇન મૉર્ગને પણ (૩૦ બૉલમાં ૬૭ રન) આક્રમક ફટકાબાજી કરી હતી. દબાવમાં રહેલી ઑસ્ટ્રેલિયન ટીમે પોતાના આઠ બોલરો પાસે બોલિંગ કરાવી હતી, પરંતુ કોઈ પણ બોલર હાવી થયો નહોતો. ઍન્ડ્ર્યુ ટાઇએ ૯ ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૧૦૦ રન આપ્યા હતા.

ઑસ્ટ્રેલિયાને જીતવા માટે ૪૮૨ રનનું વિશાળ લક્ષ્યાંક હતું. આટલો સ્કોર દબાણ બનાવવા માટે પૂરતો હતો. પરિણામે ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને ૩૭ ઓવરમાં ૨૩૯ રને જ ઑલઆઉટ કર્યું હતું. ઑસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હૅડે સૌથી વધુ ૫૧ રન બનાવ્યા હતા. આ સાથે જ ઇંગ્લૅન્ડે ૨૪૨ રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી જે એની વન-ડે ઇતિહાસમાં સૌથી મોટી જીત હતી. આ અગાઉ એની સૌથી મોટી જીત ૨૧૦ રનની હતી. મંગળવારે રમાયેલી મૅચમાં ઇંગ્લૅન્ડના બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પિનર આદિલ રાશિદે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી તો મોઇન અલીએ ૩ વિકેટ અને ડેવિડ વિલીએ બે વિકેટ લીધી હતી.

૫૦ ઓવરમાં ૫૦૦ જેટલા રન. ઇંગ્લૅન્ડની ટીમની મને બીક લાગી રહી છે. ક્રિકેટ કયા રસ્તે જઈ રહ્યું છે. ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ ઑસ્ટ્રેલિયાના બોલરોની આવી સ્થિતિ ક્યારેય સ્વીકારી ન શકાય.

- સૌરવ ગાંગુલી

ઑસ્ટ્રેલિયાની હાલત ખરાબ કરી નાખી. જૅસન રૉય અને બૅરસ્ટૉની શાનદાર રમત.

- ગ્રેમ સ્વૉન, ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર

ભલે એવું નહીં થાય, પરંતુ મારે કહેવું જોઈએ. ઇંગ્લૅન્ડે બોલરોનો વિચાર કરવો જોઈએ. માત્ર ઇંગ્લૅન્ડે જ નહીં, પરંતુ ઇન્ડિયા- A ટીમે પણ લેસ્ટરશર સામે ૪૫૮ રન કર્યા હતા.

- હર્ષા ભોગલે, ક્રિકેટ કૉમેન્ટેટર


ત્રીજી વન-ડે મૅચ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ : ટિમ પેઇન

ઑસ્ટ્રેલિયાને મળેલા સૌથી ખરાબ પરાજય બાદ કૅપ્ટન ટિમ પેઇને કહ્યું હતું કે ‘આ એક ખરાબ દિવસ હતો. છેલ્લી મૅચમાં માથા પર બૉલ વાગવાથી મને દુખાવો થતો હતો, પરંતુ સાચું કહ્યું તો આ મૅચને કારણે મળેલો દુખાવો વધુ હતો. હું નાનો હતો ત્યારથી ક્રિકેટ રમી રહ્યો છું, પરંતુ આ વન-ડે મારા ક્રિકેટ-કરીઅરના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. અમારા તમામ પ્રયત્ન અસફળ રહ્યા હતા, જ્યારે તેઓ તમામ મોરચે સફળ રહ્યા હતા.’

૫૦૦ રન બનાવવા માગે છે ઇંગ્લૅન્ડ : મૉર્ગન


ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે ૪૮૧ રન કરી વન-ડેમાં નવો રેકૉર્ડ બનાવ્યો હતો. પોતાની સેન્ચુરી ચૂકનાર કૅપ્ટન ઓઇન ર્મોગને જીત બાદ કહ્યું હતું કે ‘અમે ૫૦૦ રનની એકદમ નજીક હતા, કારણ કે છ ઓવર બાકી હતી તેમ જ અમે ક્યારેય વિચાર્યું નહોતું એવું થયું હતું. ભવિષ્યમાં અમે ૫૦૦ રન બનાવીશું.’

૪૮મી ઓવરમાં ઍલેક્સ હેલ્સ અને મૉર્ગનની વિકેટ ન ગુમાવી હોત તો કદાચ ઇંગ્લૅન્ડે ૫૦૦ રન બનાવ્યા હોત.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK