સચિન-વિરાટ જે નથી કરી શક્યા એ હરમનપ્રીત કૌરે કરી બતાવ્યું

હરમનપ્રીત કૌરે ગુરુવારે ઑસ્ટ્રેલિયા સામે અણનમ ૧૭૧ રનની ઇનિંગ્સ રમીને એક અનોખો ઇતિહાસ રચી દીધો હતો.

kaur

એ સાથે તે વર્લ્ડ કપમાં નૉકઆઉટ રાઉન્ડમાં ૧૫૦ રન કરતાં વધુની ઇનિંગ્સ રમનાર પહેલી ભારતીય ખેલાડી બની છે. નવાઈની વાત એ છે કે આજ સુધી ભારતના સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી જેવા કોઈ સ્ટારપુરુષ ખેલાડીઓ આવી કમાલ નથી કરી શક્યા. ઓવરઑલ પુરુષ કે મહિલા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં ૧૫૦ રન કરતાં વધુ રનની ઇનિંગ્સ રમનાર હરમનપ્રીત સિવાય માત્ર ૬ ખેલાડીઓ આવી સિદ્ધિ મેળવી શક્યા છે

મહિલા વર્લ્ડ કપમાં બેસ્ટ ભારતીય ઇનિંગ્સ


હરમીનપ્રીતના અણનમ ૧૭૧ રન મહિલા વર્લ્ડ કપના ભારતીય ખેલાડીનો બેસ્ટ વ્યક્તિગત સ્કોર બન્યો છે. એ પહેલાં ૧૦૯ રનનો રેકૉર્ડ ભારતીય ટીમની કૅપ્ટન મિતાલી રાજના નામે હતો. મિતાલી આ જ વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે એ ઇનિંગ્સ રમી હતી. મિતાલીનો રેકૉર્ડ તેણે માત્ર પાંચ દિવસમાં તોડી નાખ્યો

sachin virat

વર્લ્ડ કપમાં ચોથા ક્રમાંકનો વ્યક્તિગત સ્કોર

મહિલા વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌરનો અણનમ ૧૭૧ રનનો સ્કોર ઓવરઑલ ચોથા ક્રમાંકનો વ્યક્તિગત સ્કોર બન્યો છે. ઑસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે ૧૯૯૭ના વર્લ્ડ કપમાં ડેન્માર્ક સામે મુંબઈમાં ફટકારેલા અણનમ ૨૨૯ રન આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. ક્લાર્કનો અણનમ ૨૨૯ રન ઓવરઑલ મહિલા વન-ડે ક્રિકેટનો બેસ્ટ વ્યક્તિગત સ્કોર છે

મહિલા વન-ડે ક્રિકેટમાં હરમનપ્રીતના અણનમ ૧૭૧ રન પાંચમા ક્રમાંકનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર બન્યો હતો. ભારતીય મહિલા ખેલાડીમાં દીપ્તિ શર્માના ૧૮૮ રન બાદ બીજા ક્રમાંકનો સ્કોર બન્યો હતો

વર્લ્ડ કપ નૉકઆઉટમાં સેન્ચુરી


મહિલા વર્લ્ડ કપના નૉકઆઉટમાં સેન્ચુરી ફટકારનાર હરમનપ્રીત બીજી મહિલા ખેલાડી બની છે, આ પહેલાં ઑસ્ટ્રેલિયાની કૈરન રૉલ્ટને આ કમાલ કરી હતી. રૉલ્ટને ૨૦૦૫ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે અણનમ ૧૦૭ રન બનાવ્યા હતા. હરમનપ્રીતનો અણનમ ૧૭૧ રનનો સ્કોર નૉકઆઉટમાં હાઇએસ્ટ સ્કોર બન્યો છે.

હરમનપ્રીતે છેલ્લા ૪૦ બૉલમાં ફટકાર્યા ૧૦૩ રન

સેમી ફાઇનલમાં બન્ને ઓપનરોને જલદી ગુમાવ્યા બાદ ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી, જ્યારે હરમનપ્રીત કૌર અને કૅપ્ટન મિતાલી રાજે સંયમપૂર્વક રમીને ઑસ્ટ્રેલિયનોને વધુ સફળ નહોતા થવા દીધા. આક્રમક હરમનપ્રીતે પણ પરિસ્થિતિ પ્રમાણે રમીને પહેલા ૬૪ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ત્યાર બાદ તેણે ગેર બદલ્યો હતો અને ૨૬ બૉલમાં ૫૦ રન ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી અને ૧૦૦થી ૧૫૦ રન સુધી તે માત્ર ૧૭ બૉલમાં પહોંચી ગઈ હતી. તેણે પહેલા ૭૫ બૉલમાં માત્ર ૬૮ રન બનાવ્યા હતા, પણ ત્યાર બાદ માત્ર ૪૦ બૉલમાં ૧૩ ફોર અને ૬ સિક્સર સાથે રમઝટ બોલાવીને ૧૦૩ રન ફટકારીને ટીમને વિનિંગ સ્કોર સુધી લઈ ગઈ હતી.

    રન    બૉલ    સ્ટ્રાઇક રેટ    સિક્સર    ફોર

પહેલા ૭૫ બૉલ    ૬૮    ૭૫    ૯૦.૬૬    ૧    ૭   

છેલ્લા ૪૦ બૉલ    ૧૦૩    ૪૦    ૨૫૭.૫૦    ૭    ૧૩

સંપૂર્ણ ઇનિંગ્સ    ૧૭૧    ૧૧૫    ૧૪૮.૬૯    ૭    ૨૦

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy