ધવને બાઉન્સર સામે તો હાર્દિકે કરી સ્લો બોલિંગની પ્રૅક્ટિસ

જસપ્રીત ઈજાગ્રસ્ત થતાં ભુવનેશ્વર પર આવી પડી વધારાની જવાબદારી

dhawan

આવતી કાલથી ઇંગ્લૅન્ડ સામેની ત્રણ T૨૦ મૅચોની સિરીઝ શરૂ થઈ રહી છે ત્યારે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મૅચ પહેલાંના પ્રૅક્ટિસ-સેશનમાં વિવિધ પ્રકારની સ્લો બોલિંગની પ્રૅક્ટિસ કરી હતી તો ઓપનર શિખર ધવન શૉર્ટ-પિચ બૉલ સામે રમ્યો હતો. ઈજાને કારણે જસપ્રીત બુમરાહ આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે તો ભુવનેશ્વર સામે ડેથ ઓવર્સમાં વધારાની જવાબદારી આવી ગઈ હોવાથી જ ભારતીય ટીમે હાર્દિકને વધુ ઇકૉનૉમિકલ તેમ જ બોલિંગમાં વિવિધતા લાવવા માટે જણાવ્યું હતું જેથી જેસન રૉય, જૉસ બટલર અને જોની બૅરસ્ટૉ જેવા બૅટ્સમેનોનો સારી રીતે સામનો કરી શકાય. 

ગઈ કાલે હાર્દિકે રોહિત શર્મા સામે નેટમાં ઘણી પ્રૅક્ટિસ કરી હતી. દરમ્યાન તે વિવિધતા ભરી બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વળી વાઇસ-કૅપ્ટન પાસેથી સતત સલાહ-સૂચનો પણ લેતો હતો. તો અન્ય નેટમાં શિખર ધવન નેટ-સેશન બાદ શૉર્ટ-પિચનો સામનો કઈ રીતે કરવો એની વધારાની પ્રૅક્ટિસ કરતો હતો. તે ભારે વજનના પ્લાસ્ટિક બૉલથી વધારાના બાઉન્સની પ્રૅક્ટિસ કરતો હતો. ત્યાર બાદ તેણે ટેનિસ બૉલથી પણ પ્રૅક્ટિસ કરી હતી. ફુટબૉલ રમતી વખતે ભલે વૉશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થયો હોય છતાં ભારતે ફુટબૉલ રમવાનું ચાલુ જ રાખ્યું હતું.

ઈજાગ્રસ્ત બુમરાહ અને સુંદરની જગ્યાએ કૃણાલ પંડ્યા અને દીપક ચાહરને તક

આવતી કાલથી ઇંગ્લૅન્ડ સામે રમાનારી T૨૦ સિરીઝ પહેલાં વૉશિંગ્ટન સુંદર અને જસપ્રીત બુમરાહને ઈજા થતાં તેમના સ્થાન પર દીપક ચાહર અને કૃણાલ પંડ્યાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીએ જણાવ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડ સામે ૧૨ જુલાઈથી રમાનારી વન-ડે સિરીઝમાં વૉશિંગ્ટનની જગ્યાએ અક્ષર પટેલને લેવામાં આવ્યો છે. ડબ્લિનમાં ૨૬ જૂને પ્રૅક્ટિસ દરમ્યાન તેને ઈજા થઈ હતી, તે બોર્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. જ્યારે બુમરાહને અંગૂઠામાં ઈજા થતાં તેની જગ્યાએ દીપક ચાહરને લેવામાં આવ્યો છે. એક ચાર દિવસની મૅચ માટે ઇન્ડિયા- A ટીમમાં રિષભ પંતને તક આપવામાં આવી છે.

ભારતીય T૨૦ ટીમ : વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ અને ઉમેશ યાદવ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK