ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ફિન્ચે તોડ્યો પોતાનો જ વર્લ્ડ રેકૉર્ડ

આંતરરાષ્ટ્રીય T૨૦માં બનાવ્યા સર્વોચ્ચ ૧૭૨ રન અને ડી’આર્સી શૉર્ટ સાથે કરી ૨૨૩ રનની રેકૉર્ડ પાર્ટનરશિપ, ઑસ્ટ્રેલિયાએ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ઝિમ્બાબ્વેને ૧૦૦ રનથી હરાવ્યું

finch

ગઈ કાલે હરારેમાં રમાયેલી T૨૦ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને ૧૦૦ રનથી હરાવવાની સાથોસાથ જ ઘણા રેકૉર્ડ પણ તોડ્યા હતા. ઍરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય T૨૦માં સર્વોચ્ચ ૧૭૨ રન બનાવવા ઉપરાંત ઓપનર ડી’આર્સી શૉર્ટ સાથે સર્વોચ્ચ ૨૨૩ રનની પાર્ટનરશિપ પણ કરી હતી. ઑસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વે સામે બે વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા જે ઑસ્ટ્રેલિયાનો ઝિમ્બાબ્વે સામેનો સર્વોચ્ચ રનનો રેકૉર્ડ છે. ફિન્ચે ચોથી ઓવરમાં પહેલી સિક્સર ફટકારી હતી. તો બાવીસ બૉલમાં તેણે હાફ-સેન્ચુરી ફટકારી હતી જે તેની સૌથી ઝડપી હાફ-સેન્ચુરી છે.

ઑસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં ૭૫ રન કર્યા હતા. ફિન્ચ આક્રમક રન કરતો હતો તો ડી’આર્સી માત્ર તેને સાથ આપતો હતો. ટીમે ૧૦ ઓવરમાં જ ૧૦૦ રન પૂરા કર્યા હતા ત્યારે ફિન્ચે ૭૪ રન અને ડી’આર્સીએ ૨૪ બૉલમાં ૧૯ રન કર્યા હતા. ત્યાર બાદ ડી’આર્સીએ પણ આક્રમક બૅટિંગ કરવાની શરૂઆત કરી હતી. ફિન્ચે ૫૦ બૉલમાં પોતાની T૨૦માં બીજી સદી પૂરી કરી હતી. ફિન્ચે પોતાના નવમા સિક્સર સાથે જ જૂના વર્લ્ડ રેકૉર્ડને તોડ્યો હતો. ડી’આર્સીને ૪૬ રને બલેસિંગ મુઝરબાનીએ આઉટ કર્યો હતો તો છેલ્લી ઓવરમાં મુઝરબાનીના બૉલને ફટકારવા જતાં ફિન્ચે બૅલૅન્સ ગુમાવતાં સ્ટમ્પને પગ લાગી જતાં તે હિટ-વિકેટ થયો હતો. આમ માત્ર ચાર રન માટે તે ક્રિસ ગેઇલે ત્ભ્ન્માં બૅન્ગલોર તરફથી ફટકારેલા T૨૦ના સર્વોચ્ચ નૉટઆઉટ ૧૭૫ રનના રેકૉર્ડને તોડી શક્યો નહોતો.

૨૩૦ રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં ઝિમ્બાબ્વેએ સારી શરૂઆત કરી હતી. ઓપનર સોલોમન માઇર (૨૮) અને ચામુ ચિભાભાએ (૧૮) ચાર ઓવરમાં જ ૪૦ રન કર્યા હતા, પરંતુ ઓપનરો આઉટ થતાં સમયાંતરે વિકેટ પડતાં ઝિમ્બાબ્વે ૯ વિકેટે માત્ર ૧૨૯ રન જ બનાવી શક્યું હતું. ઑસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એશ્ટન અગરે ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપી બે વિકેટ ઝડપી હતી તો ઍન્ડ્ર્યુ ટાઇએ ૧૨ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વેની T૨૦માં રનના આધારે આ સૌથી મોટી હાર હતી. ઇંગ્લૅન્ડ સામે ૬-૦ની નામોશીભરી હાર ભુલાવવા માટે ઑસ્ટ્રેલિયાને આવી ભવ્ય જીતની જ જરૂર હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK