પાકિસ્તાનના ફખર ઝમાને બનાવ્યો વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રનનો વર્લ્ડ રેકૉર્ડ

વિવ રિચર્ડ્સનો ૩૮ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો, કુલ પાંચ ખેલાડીઓએ ૨૧ ઇનિંગ્સમાં બનાવ્યા હતા ૧૦૦૦ રન તો પાકિસ્તાનના ઓપનરે માત્ર ૧૮ ઇનિંગ્સમાં આટલા રન ફટકાર્યા

fakhar

શાનદાર ફૉર્મમાં ચાલી રહેલો પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાન વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવનાર બૅટ્સમેન બન્યો છે. તેણે ૧૦૦૦ રન ફક્ત ૧૮ વન-ડે ઇનિંગ્સમાં પૂરા કરીને વિવ રિચર્ડ્સનો ૨૧ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન બનાવવાનો ૩૮ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. ઝમાને ગઈ  કાલે બુલવૅયોમાં નબળી ઝિમ્બાબ્વેની ટીમ સામે ૨૦મો રન બનાવતાં ૧૦૦૦ રનના લૅન્ડમાર્ક પર પહોંચ્યો હતો. તેણે પાંચમી અને છેલ્લી વન-ડેમાં ૮૩ બૉલમાં ૮૫ રન બનાવ્યા હતા. ગઈ કાલે પાકિસ્તાનના ટૉપ પાંચ બૅટ્સમેને ૧૦૧ કરતાં વધુના સ્ટાઇક-રેટથી રન બનાવ્યા હતા. આવું પાકિસ્તાનના વન-ડે ઇતિહાસમાં પહેલી વખત બન્યું હતું. તેણે ગયા વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ટુર્નામેન્ટમાં અપરાજિત ભારતની ટીમને ૧૧૪ રન બનાવીને ટાઇટલ જીતવાથી વંચિત રાખી હતી. ફખરની ૧૮ ઇનિંગ્સનો સ્કોર આ પ્રમાણે છે : ૩૧, ૫૦, ૫૭, ૧૧૪, ૪૩, ૧૧, ૨૯, ૧૭, ૪૮, ૮૨…, ૨, ૫૪, ૧૨, ૬, ૧૧૭…, ૪૩…, ૨૧૦… અને ૮૫.

pakistan

પાકિસ્તાને ઝિમ્બાબ્વેનો વાઇટવૉશ કર્યો

છેલ્લી મૅચમાં ૧૩૧ રનથી મેળવ્યો વિજય, ફખર ઝમાન મૅન ઑફ ધ સિરીઝ તો બાબર આઝમ મૅન ઑફ ધ મૅચ

ઘરઆંગણે મોટી ટીમો સામે આંતરરાષ્ટ્રીય મૅચો રમવા તરસતા પાકિસ્તાને ઝિમ્બાબ્વેનો એના ઘરમાં ૫-૦થી હરાવીને વાઇટવૉશ ક્ર્યો હતો. ગઈ કાલે છેલ્લી વન-ડેમાં ટૉસ જીતીને બૅટિંગ કરનારી પાકિસ્તાનની ટીમના ઓપનરો

ઇમામ-ઉલ-હક (૧૧૦) અને ફખર ઝમાને (૮૫) પહેલી વિકેટ માટે ૧૬૮ રનની પાર્ટનરશિપ કરીને ફરીથી મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ બાબર આઝમે ૭૬ બૉલમાં નવ ફોર અને બે સિક્સરની મદદથી નૉટઆઉટ ૧૦૬ રન બનાવીને ઝિમ્બાબ્વેના બૉલરોને થકવી નાખ્યા હતા. જોકે તેઓ છેલ્લી આઠ ઓવરમાં બે વિકેટ લેવામાં સફળ થયા હતા. ૩૬૫ રનનો અતિમુશ્કેલ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમ આ વખતે પૂરી ૫૦ ઓવર રમવાના ધ્યેય સાથે ઊતરી હતી જેમાં તેના ઓપનર અને કૅપ્ટન હેમિલટન મસાકાદ્ઝાએ ૪૬ બૉલમાં ૩૪ રન કરીને સારી શરૂઆત કરી હતી. ઝિમ્બાબ્વેના ટૉપમાંથી ચાર બૅટ્સમેનોએ બે સિક્સર ફટકારી હતી. સૌથી સારી વાત એ રહી કે તેમણે ૫૦ ઓવરમાં ૨૩૩ રનમાં ફક્ત ૪ વિકેટ ગુમાવીને ક્રીઝ સમય વિતાવવાનો પ્રયત્ન ક્ર્યો હતો. પાકિસ્તાન મૅચ ૧૩૧ રનથી જીત્યું હતું જેમાં બાબર આઝમ પ્લેયર ઑફ ધ મૅચ અને ફખર ઝમાન પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK