એકમાત્ર T૨૦માં ઇંગ્લૅન્ડ સામે હાર્યું ઑસ્ટ્રેલિયા

કાંગારૂઓની ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં એક પણ મૅચ જીતી ન શકી

england

આદિલ રશીદ (૨૭ રનમાં ૩ વિકેટ) અને ક્રિસ જૉર્ડન (૪૨ રનમાં ૩ વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે ઇંગ્લૅન્ડે બુધવારે બર્મિંગહૅમમમાં રમાયેલી એકમાત્ર T૨૦માં ઑસ્ટ્રેલિયાને ૨૮ રનથી હરાવી દીધું હતું. ટૉસ હારીને પહેલાં બૅટિંગ માટે ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૨૧ રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકને ઑસ્ટ્રેલિયા આંબી શક્યું નહોતું. આખી ટીમ ૧૯૩ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડે જેસન રૉય (૪૪) અને જૉસ બટલર (૬૧)ની ૯૫ રનની પાર્ટનરશિપને કારણે શાનદાર શરૂઆત કરી હતી. આ પાર્ટનરશિપ બાદ ઍલેક્સ હેલ્સ (૪૯) અને જો રૂટ (૩૫) વચ્ચે થયેલી ૭૨ રનની પાર્ટનરશિપને કારણે ટીમના સ્કોરે ૨૦૦ રનનો આંક વટાવ્યો હતો.

લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ૧૦૦નો આંકડો પાર કરતાં પહેલાં જ એણે ડી’આર્સી શૉર્ટ (૧૬) ગ્લેન મૅક્સવેલ (૧૦), ટ્રૅવિસ હેડ (૧૫) ઍલેક્સ કૅરી (૩) અને માર્કસ સ્ટોઇનિસની ઝીરોના રૂપમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન ઍરોન ફિન્ચ (૮૪)ને ટીમના અન્ય ખેલાડીઓનો સાથ નહોતો મળ્યો. તેણે ઍશ્ટન ઍગર (૨૯) સાથે મળીને ૮૬ રનની પાર્ટનરશિપ કરીને ટીમના સ્કોરને ૧૫૮ સુધી પહોંચાડ્યો હતો. આ જ સ્કોર પર રશીદે ફિન્ચને આઉટ કરી ઑસ્ટ્રેલિયાની મહત્વની વિકેટ ઝડપી હતી. કૅપ્ટન આઉટ થયા બાદ વિકેટો સતત પડતી રહી. ઇંંગ્લૅન્ડ તરફથી મૅન ઑફ ધ મૅચ રશીદ ઉપરાંત ડેવિડ વિલ અને મોઇન અલીને પણ ૧-૧ વિકેટ મળી હતી.

ઑસ્ટ્રેલિયા માટે પોતાના કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામેનો આ સૌથી ખરાબ પ્રવાસ હતો, કારણ કે એ વન-ડે સિરીઝમાં ૦-૫થી તો T૨૦માં ૦-૧થી હારી ગયું હતું. આમ એ આ સિરીઝમાં એક પણ મૅચ જીતી શક્યું નહોતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK