ઑસ્ટ્રેલિયાની નબળી ટીમને નાથી શકશે વિરાટ બ્રિગેડ?

પહેલી વખત ટેસ્ટ-સિરીઝ જીતવાના સપના સાથે ભારત આજથી કરશે સિરીઝનો પ્રારંભ : ઍડીલેડમાં છેલ્લે ૨૦૦૩માં ટેસ્ટ-વિજય મેળવ્યો હતો : નંબર-૬ના સ્થાન માટે રોહિત શર્મા સિલેક્ટ થાય એવી શક્યતા

VIRAT KOHLI AND TEAM PAIN

ટ્રોફી સાથે વિરાટ કોહલી અને ટીમ પેઈન


જે સિરીઝ માટે ભારતની ક્રિકેટ-ટીમ ઘણા મહિનાઓથી તૈયારી કરી રહી હતી એ દિવસ આવી પહોંચ્યો છે. ૬ ડિસેમ્બરથી એટલે કે આજથી ભારત ઑસ્ટ્રેલિયામાં ફરી એક વખત પહેલી ટેસ્ટ-સિરીઝ જીતવાના ડ્રીમ સાથે સર ડૉન બ્રૅડમૅનના જન્મશહેર ઍડીલેડમાં બૉર્ડર-ગાવસકર ટેસ્ટ-સિરીઝનો આરંભ કરશે. પ્રતિબંધિત સ્ટીવન સ્મિથ અને ડેવિડ વૉર્નરની ગેરહાજરીને કારણે ઑસ્ટ્રેલિયાના લગભગ દરેક ભૂતપૂર્વ ક્રિકેટરો ભારતને સિરીઝ જીતવા માટે ફેવરિટ માને છે. આત્મવિશ્વાસથી છલોછલ ભારતની ટીમ પાસે આ વખતે ‘નબળા પ્રવાસી’નો ટૅગ કાઢવાનો સુવર્ણ મોકો છે. 


ભારત-ઑસ્ટ્રેલિયાનાં ૭૧ વર્ષના વિશાળ ક્રિકેટ-ઇતિહાસમાં ભારત ઑસ્ટ્રેલિયામાં ૧૧ ટેસ્ટ-સિરીઝમાંથી ફક્ત બે ડ્રૉ કરી શક્યું છે અને બાકીની હારી ગયું છે. સુનીલ ગાવસકરે ૧૯૮૦-’૮૧માં અને સૌરવ ગાંગુલીએ ૨૦૦૩-’૦૪ની ટૂરમાં ભારતને સિરીઝ સફળતાપૂર્વક ડ્રૉ કરાવી હતી અને આ દેશમાં છેલ્લો ટેસ્ટ-વિજય ૨૦૦૭-’૦૮ની ટૂરમાં પર્થ ખાતે અનિલ કુંબલેની કૅપ્ટન્સી હેઠળ મેળવ્યો હતો. અહીં રમેલી કુલ ૪૪ ટેસ્ટમાં ભારત અત્યાર સુધી ફક્ત પાંચ ટેસ્ટ જીતી શક્યું છે.


નંબર ૬ના સ્થાન માટે રોહિત શર્મા અને હનુમા વિહારી વચ્ચે હરીફાઈ છે જેમાં રોહિતનું લિમિટેડ-ઓવરનું શાનદાર ફૉર્મ તેને આ સ્થાન માટે પ્રબળ દાવેદાર બનાવે છે. રોહિત છેલ્લે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-સિરીઝ રમ્યો હતો જેમાં તે ૪ ઇનિંગ્સમાં ફક્ત ૭૮ રન બનાવી શક્યો હતો. વિહારીએ ઇંગ્લૅન્ડના ઓવલમાં ટેસ્ટ-ડેબ્યુ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની સિરીઝમાં કોહલીના ૨૮૮ રન પછી સેકન્ડ હાઇએસ્ટ રન હાર્દિક પંડ્યાના ૧૧૯ હતા અને આમાંથી ૯૩ રન તો તેણે એક ઇનિંગમાં બનાવ્યા હતા. પુજારા ૧૦૦, મુરલી વિજય ૧૦૨ અને લોકેશ રાહુલ ૩૦ રન બનાવી શક્યા હતા. ઇંગ્લૅન્ડમાં રમાયેલી પ્રતિષ્ઠિત પટૌડી ટ્રોફીમાં મુરલી વિજયે પહેલી બે ટેસ્ટમાં ફક્ત ૨૬ રન બનાવતાં તેને સ્વદેશ પાછો મોકલી દેવામાં આવ્યો હતો. કોહલીને બીજા બૅટ્સમેનોના સાથની સખત જરૂર છે. એનો સૌથી મોટો પુરાવો પુજારા અને અજિંક્ય રહાણેનું ઇંગ્લૅન્ડમાં ફૉર્મ છે. પુજારાએ પટૌડી ટ્રોફીની ૪ ટેસ્ટમાં કુલ ૨૭૮ રન બનાવ્યા જેમાંથી ૧૩૨ રન તો એક ઇનિંગમાં બનાવ્યા હતા. રહાણેએ ૨૫૭ રન બનાવ્યા જેમાં ૮૧ અને ૫૧નો સ્કોર નોંધપાત્ર હતો. ૧૯ વર્ષનો આક્રમક ઓપનર પૃથ્વી શૉ ઈજાગ્રસ્ત થતાં તે બૉક્સિંગ ડે ટેસ્ટ પહેલાં ઉપલબ્ધ નહીં થઈ શકે.


આ પણ વાંચોઃ  છઠ્ઠા ક્રમાંકે કોણ, રોહિત કે હનુમા?


ભારતનો બોલિંગ-અટૅક ઘણો મજબૂત છે. ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને રવિચન્દ્રન અશ્વિન વિદેશમાં સારી બોલિંગ કરી રહ્યા છે. હરીફ ટીમનો બોલિંગ-અટૅક પણ ઘણો મજબૂત છે. મિચલ સ્ટાર્ક, જૉસ હેઝલવુડ, પૅટ કમિન્સ અને નૅથન લાયનને ઘરઆંગણે જાણીતી પિચ પર બોલિંગ કરવાનો વિશેષ ફાયદો મળશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK