કોઈ સાધારણ ક્રિકેટરને કારણે મારું સ્થાન નહોતું ગુમાવ્યું : કાર્તિક

આઠ વર્ષ બાદ અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી કરશે વિકેટકીપર-બૅટ્સમૅન

karthik

મહેન્દ્ર સિંહ ધોની જે સમયગાળા દરમ્યાન વિકેટકીપર-બૅટ્સમૅનની એક નવી જ વ્યાખ્યા આપી રહ્યો હતો એવી પરિસ્થિતિમાં દિનેશ કાર્તિક જેવા ખેલાડી માટે રસ્તો ક્યારેય સરળ ન હોય. છેલ્લે ૨૦૧૦માં ટેસ્ટ રમનારા કાર્તિકે આટલો સમય આત્મમંથન કર્યા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરતાં કહ્યું હતું કે ધોની જેવા ખેલાડીને જોતાં તેના માટે ટીમમાં સ્થાન મેળવવું સરળ નહોતું.

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ-મૅચ પહેલાં કાર્તિકે કહ્યું હતું કે ‘હું સતત સારું પ્રદર્શન ન કરી શક્યો. સ્પર્ધા બહુ જ ભારે હતી અને ધોની જેવા ખેલાડી સામે સ્પર્ધા હતી જે ભારતના સૌથી શ્રેષ્ઠ કૅપ્ટન પૈકી એક બન્યો અને વર્લ્ડ ક્રિકેટ પર પોતાના પ્રદર્શનની છાપ છોડી.’

ઈજાગ્રસ્ત વિકેટકીપર વૃદ્ધિમાન સહાના વિકલ્પ તરીકે આવેલા કાર્તિકે બંગલા દેશ સામે ૨૦૧૦માં પોતાના કરીઅરની ૨૩મી ટેસ્ટ રમ્યો હતો. ત્યાર બાદ ભારતીય ટીમે ૮૭ ટેસ્ટ રમી હતી જેમાં કાર્તિકને ટીમમાં નહોતો લેવાયો.

કાર્તિકે કહ્યું હતું કે ‘મેં મારું સ્થાન કોઈ સામાન્ય ક્રિકેટરને કારણે નહોતું ગુમાવ્યું. હું ધોનીનું બહુ સન્માન કરું છું. એ સમયે હું સતત સારું પ્રદર્શન પણ નહોતો કરી શક્યો. હવે મને એક તક મળી છે એથી હું મારા તરફથી તમામ પ્રયત્નો કરીશ.’

અફઘાનિસ્તાન સારી ટીમ, પણ અમારી પાસે છે અનુભવ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનના દેખાવની દિનેશ કાર્તિકે પ્રશંસા કરી હતી છતાં બૅન્ગલોરમાં શરૂ થનારી ટેસ્ટ પહેલાં તેણે ચેતણવી આપી હતી કે તેમના તમામ સ્પિનરોએ મળીને પણ એટલી મૅચ નહીં રમી હોય જેટલી કુલદીપ યાદવે (૨૪ ફસ્ર્ટ ક્લાસ મૅચ) ચાર દિવસની મૅચ રમી છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન (૪), ઝહીર ખાન (૭) અને મુજીબ ઝદરાને મળીને કુલ ૧૧ મૅચ રમ્યા છે. અફઘાનિસ્તાનના કૅપ્ટન અસગર સ્તનિકઝઈએ તાજેતરમાં જ કહ્યું હતું કે અમારું સ્પિન આક્રમણ ભારત કરતાં સારું છે. કાર્તિકે કહ્યું હતું કે મને નથી ખબર તેણે શું કહ્યું, પરંતુ અમારી પાસે ઘણો અનુભવ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy