ધોની કરતાં પણ શ્રેષ્ઠ છે બટલર : ટિમ પેઇન

વિકેટકીપર-બૅટ્સમૅનની નૉટઆઉટ સેન્ચુરીને કારણે ઇંગ્લૅન્ડે છેલ્લી વન-ડે જીતવા સાથે સિરીઝ ૫-૦થી જીતી : બટલર બન્યો મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ

butler

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન ટિમ પેઇને ઇંગ્લૅન્ડના જૉસ બટલરને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર-બૅટ્સમૅન ગણાવ્યો છે. મૅન્ચેસ્ટરમાં રમાયેલી પાંચમી વન-ડે મૅચમાં સેન્ચુરી ફટકારવા ઉપરાંત પોતાની ટીમને જિતાડનાર બટલરની ઑસ્ટ્રેલિયાના કૅપ્ટને ઘણી પ્રશંસા કરી હતી તેમ જ કહ્યું હતું કે અત્યારે તે ધોની કરતાં પણ શ્રેષ્ઠ વિકેટકીપર-બૅટ્સમૅન છે. રવિવારે મૅચ બાદ પેઇને કહ્યું હતું કે ‘બટલર અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વન-ડે વિકેટકીપર અને બૅટ્સમૅન છે. મને નથી લાગતું કે કોઈ તેને પડકારી શકે. જોકે ધોની પણ ઘણો શાનદાર ખેલાડી છે, પરંતુ અત્યારે બટલર તેના કરતાં સારો છે. બટલર પોતાની રમતને સારી રીતે સમજે છે. તેને ખબર છે કે તેની ક્ષમતા કેટલી છે. એના કરતાં બહાર તે કદી જતો નથી.’

ઇંગ્લૅન્ડે પાંચમી અને છેલ્લી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવીને પાંચ મૅચોની સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી. ઑસ્ટ્રેલિયાની ટીમ આ વન-ડે સિરીઝમાં એક પણ મૅચ નહોતી જીતી શકી. જોકે પાંચમી મૅચમાં એને જીતની આશા જરૂર હતી, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમે ૨૦૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ૨૭ રનમાં ૪ અને ૧૧૪ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બટલરે આદિલ રશીદ (૨૦) સાથે મળીને નવમી વિકેટે માટે ૮૧ રનની પાર્ટનરશિપ કરીને ટીમને જિતાડી હતી. દરમ્યાન તેણે પોતાની સદી પણ પૂરી કરી હતી તેમ જ મૅચ જિતાડીને જ પાછો ફર્યો હતો. તેણે ૧૨૨ બૉલમાં નૉટઆઉટ ૧૧૦ રન કર્યા હતા. તે મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑૅફ ધ સિરીઝ પણ જાહેર થયો હતો.

આંકડાની રીતે જોઈએ તો ટિમ પેઇનની વાત સાચી છે, કારણ કે ધોની બાદ કોઈ વિકેટકીપર શાનદાર બૅટિંગ કરતો જોવા મળ્યો હોય તો તે બટલર જ છે. બટલરે છેલ્લી ૧૪ ઇનિંગ્સમાં ૧૦ વખત ૫૦ કરતાં વધારે રન કર્યા છે તો કુલ ૮૬૪ રન ફટકારી ચૂક્યો છે જેમાં તેની ઍવરેજ ૧૦૮ની રહી છે.

tim

કારમા પરાજય બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટનની ટીમમાંથી થશે હકાલપટ્ટી

ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ૫-૦થી પરાજય બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટીમ પેઇનની વન-ડે કરીઅર પર પ્રfનાર્થ ચિહ્ન મુકાયું છે. ૩૩ વર્ષના ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-કૅપ્ટનને જ્યારે ચીફ સિલેક્ટર ટ્રેવર હૉન્સે વન-ડે સિરીઝ માટે કૅપ્ટન બનાવ્યો હતો ત્યારે જ કહ્યું હતું કે આ માત્ર થોડા સમય માટેની જ વ્યવસ્થા છે. બૉલ-ટૅમ્પરિંગ કોભાંડને કારણે સ્ટીવન સ્મિથ પર મુકાયેલા પ્રતિબંધ બાદ ટીમ પેઇનને ટીમને કૅપ્ટન બનાવ્યો હતો, જેણે આ સિરીઝમાં માત્ર કુલ ૩૬ રન જ બનાવ્યા હતા.

પરાજય બાદ ટીમના કૅપ્ટને કહ્યું હતું કે ‘એક વિશ્વસ્તરની ટીમે અમને સારો પાઠ ભણાવ્યો. આ સિરીઝમાં મેં જાત પર વધારે પડતું દબાણ લઈ લીધું. વળી જ્યારે તમે પોતે સારું પ્રદર્શન ન કરો તો આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ વસ્તુ સારી નથી લાગતી.’

આ સિરીઝમાં પેઇને ૧૨,૧૫,૫,૩ અને રવિવારે રમાયેલી છેલ્લી મૅચમાં માત્ર એક રન બનાવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK