ધોની બન્યો ઝારખંડનો સૌથી મોટો ટૅક્સપેયર

ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅને આ વર્ષે ભર્યો ૧૨.૧૭ કરોડ ટૅક્સ

dhoni

તાજેતરમાં જ વન-ડે સિરીઝ દરમ્યાન પોતાના ખરાબ ફૉર્મ અને ત્યાર બાદ નિવૃત્તિની અટકળોને કારણે ચર્ચામાં રહેનાર મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વાર ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કૅપ્ટન રહી ચૂકેલો ધોની આ વખતે પોતાની કમાણી અને એના પર ચૂકવવામાં આવેલા ટૅક્સને કારણે ચર્ચામાં છે. ધોનીએ નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં ૧૨.૧૭ કરોડ રૂપિયાનો ટૅક્સ જમા કરાવ્યો છે. આ ટૅક્સ ઝારખંડ ક્ષેત્રમાં વ્યક્તિગત શ્રેણીમાં સૌથી વધુ છે.

આ પહેલાં ધોનીએ ૨૦૧૬-’૧૭ના નાણાકીય વર્ષમાં ૧૦.૯૩ કરોડ રૂપિયાનો ટૅક્સ જમા કરાવ્યો હતો. ધોની ૨૦૧૩-’૧૪ નાણાકીય વર્ષમાં પણ આ વિસ્તારનો સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર વ્યક્તિ બન્યો હતો. અમેરિકાના બિઝનેસ મૅગેઝિન ફૉર્બસના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫માં ધોનીની નેટવર્થ ૧૧૧ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૭૬૫ કરોડ રૂપિયા હતી. એ વર્ષે ધોની કુલ ૨૧૭ કરોડ રૂપિયા કમાયો હતો જેમાં ૨૪ કરોડ રૂપિયા તેનો પગાર હતો તો બાકીના રૂપિયા જાહેરાતમાંથી મળ્યા હતા. ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તેમ જ વન-ડે અને T૨૦ની કૅપ્ટન્સી પણ છોડી દીધી છે. આ વખતે તેની કૅપ્ટન્સીમાં ચેન્નઈ સુપર કિંગ્સ ફરીથી IPL ચૅમ્પિયન બન્યું હતું. ધોની ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો સાથે પણ જોડાયેલો છે. ઇન્ડિયન સુપર લીગમાં તેની એક ફુટબૉલની ટીમ છે તો હૉકી ઇન્ડિયા લીગમાં તે રાંચી ટીમનો જૉઇન્ટ ઓનર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK