પહેલી પરીક્ષામાં પાકિસ્તાન પાસ

સુરક્ષાને લઈને ઇન્ટરનૅશનલ ટીમોમાં વિશ્વાસ જગાડવા માટે રમાઈ રહેલા ઇન્ડિપેડન્સ કપની પ્રથમ મૅચ કોઈ પણ વિઘ્ન વિના ભારે ઉત્સાહ વચ્ચે પાર પડવા ઉપરાંત યજમાન ટીમે ૨૦ રનથી રોમાંચક જીત પણ મેળવી : બાબર આઝમ બન્યો મૅચનો હીરો

pakistan cricket


૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર ટેરર ઍટક બાદ થંભી ગયેલો ઇન્ટરનૅશનલ મૅચોનો સિલસિલો ગઈ કાલે ફરી શરૂ થયો હતો. ભારે મહેનત અને લાંબા પ્રયાસ બાદ ત્ઘ્ઘ્ સાથે મળીને વિદેશી ટીમોમાં પાકિસ્તાનનો પેસી ગયેલો ડર દૂર કરવા માટે આયોજાયેલા ઇન્ડિપેન્ડસ કપની પહેલી મૅચ ગઈ કાલે સુખરૂખ પાર પડી હતી. વિઘ્ન વગર પાર પડેલી પહેલી પરીક્ષાના આનંદમાં પાકિસ્તાનની મળેલી જીતને લીધે ચાર ચાંદ લાગી ગયા હતા.

બાબરે ગજાવ્યું લાહોર

પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૭ રન ફટકાર્યા હતા. ચોથા જ બૉલમાં ઓપનર ફખર ઝમાન (૮)ની વિકેટ પડ્યા બાદ વનડાઉન આવેલા બાબર આઝમે બાજી સંભાળી લીધી હતી અને બે સિક્સર તથા ૧૦ ફોર સાથે બાવન બૉલમાં ૮૬ રનની આક્રમક ઇનિંગ્સ રમીને લાહોરવાસીઓને ઝૂમતા કરી દીધા હતા. બાબરને ઓપનર અહમદ શહઝાદ (૩૯) અને શોએબ મલિક (૩૮)નો યોગ્ય સાથ મળ્યો હતો. ઇમાદ વસીમે પણ છેલ્લે ચાર બૉલમાં બે સિક્સર સાથે અણનમ ૧૫ રન કર્યા હતા. વર્લ્ડ ઇલેવનનો કોઈ બોલર કમાલ નહોતો કરી શક્યો. શ્રીલંકન ઑલરાઉન્ડર થિસારા પરેરાએ બે તથા મૉર્ની મૉર્કલ, બેન કટિંગ અને ઇમરાન તાહિરને ૧-૧ વિકેટ મળી હતી.

પાકિસ્તાન ઘરઆંગણે અણનમ

૧૯૮ રનના ટાર્ગેટ સામે વર્લ્ડ ઇલેવનની ટીમ સારી શરૂઆત બાદ સ્પિનરોના આગમન સાથે જ ફસડાઈ પડી હતી અને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૭ રન સુધી જ પહોંચી શકી હતી. વર્લ્ડ ઇલેવન વતી સૌથી વધુ રન ડૅરેન સૅમી અને કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ (૨૯-૨૯) બનાવ્યા હતા. હાશિમ અમલાએ ૨૬ અને તમિમ ઇકબાલે ૧૮ રન બનાવ્યા હતા. પાકિસ્તાન વતી સ્પિન જોડી રુમાન રઈસ અને શાદાબ ખાન તથા પેસ બાલર સોહેલ ખાનને બે-બે વિકેટ મળી હતી.


પાકિસ્તાનની ધરતી પર ચોથી ઇન્ટરનૅશનલ T20 મૅચ હતી અને એમાંની ચારેય મૅચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.

બીજી T20 આજ સાંજે ૭.૩૦ વાગ્યે રમાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy