ઇંગ્લૅન્ડની મહિલાઓની ટીમે T૨૦માં બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

બુધવારે ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં પહેલાં ન્યુ ઝીલૅન્ડની ટીમે સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ૨૧૬ રનનો રેકૉર્ડ કર્યો જેને ઇંગ્લૅન્ડની ટીમે ૩ વિકેટે ૨૫૦ રન બનાવીને થોડાક કલાકમાં જ એ જ મેદાનમાં તોડી નાખ્યો

ladies

મંગળવારે ઇંગ્લૅન્ડની પુરુષોની ટીમે ઑસ્ટ્રેલિયા સામે વન-ડેમાં સર્વોચ્ચ (૬ વિકેટે ૪૮૧ રનનો) સ્કોર બનાવવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો તો એના બીજા દિવસે જ ઇંગ્લૅન્ડની મહિલા ટીમે T૨૦માં આવો જ રેકૉર્ડ પોતાના નામે કર્યો. ઇંગ્લૅન્ડની મહિલા ટીમે ઘરઆંગણે ટૉન્ટનમાં રમાઈ રહેલી ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે ૩ વિકેટે ૨૫૦ રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે વિમેન્સ T૨૦નો આ રેકૉર્ડ એક જ દિવસમાં બે વખત એક જ ટીમની સામે કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ ન્યુ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકા સામે એક વિકેટે ૨૧૬ રનનો રેકૉર્ડ બનાવ્યો હતો.

ઇંગ્લૅન્ડમાં રમાતી આ સિરીઝમાં પહેલા સાઉથ આફ્રિકા ન્યુ ઝીલૅન્ડ સામે રમ્યું હતું જેમાં ન્યુ ઝીલૅન્ડની ટીમે ૨૦ ઓવરમાં ૧ વિકેટે ૨૧૬ રન બનાવ્યા હતા જે વિમેન્સ T૨૦નો સર્વોચ્ચ સ્કોર હતો. ન્યુ ઝીલૅન્ડની  ટીમ આ મૅચ ૬૬ રનથી જીત્યું હતું. એના કેટલાક કલાકો બાદ આ મેદાન પર સિરીઝની બીજી મૅચ ઇંગ્લૅન્ડ સામે રમાઈ હતી. આ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે ન્યુ ઝીલૅન્ડના સર્વોચ્ચ સ્કોરના રેકૉર્ડને તોડીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમે આ મૅચમાં ૩ વિકેટે ૨૫૦ રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડની ટીમ માટે ગયા વર્ષે વિમેન્સ વર્લ્ડ કપની સ્ટાર ખેલાડી ટૅમી બોમન્ટે ૧૧૬ રન કર્યા હતા. તેણે ડૅની વાઇટ (૫૬) સાથે પહેલી વિકેટે માટે ૧૪૭ રનની પાર્ટનરશિપ કરી હતી. ઇંગ્લૅન્ડે ત્રણ વિકેટે ૨૫૦ રન બનાવીને ન્યુ ઝીલૅન્ડના ૨૧૬ રનના સ્કોરને પાછળ મૂકી દીધો હતો. આમ સાઉથ આફ્રિકાની ટીમે સામે એક જ દિવસમાં ૪૦ ઓવરમાં ૪૬૬ રન બની ગયા હતા. ઇંગ્લૅન્ડના સ્કોરના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૬ વિકેટે ૧૨૯ રન જ બનાવી શકી હતી. ટૅમી બોમન્ટે T૨૦માં પોતાની પહેલી સદીમાં ૧૮ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકાર્યાં હતાં. તેણે ૪૭ બૉલમાં સદી ફટકારી હતી જે મહિલાઓની T૨૦માં બીજી સૌથી ઝડપી સદી છે. મહિલાઓની T૨૦માં સૌથી ઝડપી સદી સાઉથ આફ્રિકાની ડિયાન્ડ્રા ડૉટિન (૩૮)ના નામે છે જે તેણે ૨૦૧૦માં બનાવ્યો હતો.

ન્યુ ઝીલૅન્ડે બુધવારે ઑસ્ટ્રેલિયાના ૪ વિકેટે ૨૦૯ રનના રેકૉર્ડને તોડ્યો હતો જે તેણે ઇંગ્લૅન્ડ સામે માર્ચ મહિનામાં મુંબઈમાં બનાવ્યો હતો. બુધવારની મૅચમાં ન્યુ ઝીલૅન્ડની સુઝી બૅટ્સે ૬૬ બૉલમાં નૉટઆઉટ ૧૨૪ રન બનાવ્યા હતા, જે તેની પહેલી T૨૦ સેન્ચુરી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૦ રન જ બનાવી શકી હતી.

મેં ન્યુ ઝીલૅન્ડની ટીમને રેકૉર્ડ તોડતાં જોઈ હતી. મેં અમારા ખેલાડીઓને કોઈ પણ જાતની ઉતાવળ કરવાની ના પાડી હતી, પરંતુ કેટલાક ખેલાડીઓએ સમગ્ર વાતને પડકાર તરીકે સ્વીકારી.

- માર્ક રૉબિનસન, ઇંગ્લૅન્ડની મહિલા ટીમના કોચ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK