આ તો ગાંગુલી-ચૅપલના જમાનાથી ચાલતું આવે છે : વિનોદ રાય

સિનિયર ખેલાડીઓ સાથેના મતભેદને કારણે કોચના રાજીનામા મામલે વહીવટદારોની સ્પષ્ટ વાત

vinod rai

ભારતીય ક્રિકેટ બોર્ડના વહીવટદારોની સમિતિના વડા વિનોદ રાયે આ વાતથી ઇનકાર કરી દીધો હતો કે ભારતીય ક્રિકેટમાં સિનિયર પ્લેયરો કોચના ભવિષ્યને પ્રભાવિત કરી રહ્યા છે. તેણે કહ્યું કે ‘આમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. ભારતની મહિલા ટીમના કોચ તુષાર અરોઠેએ કેટલાક સિનિયર પ્લેયરોના વિરોધને કારણે કોચના પદેથી રાજીનામું આપી દીધું હતું. કૅપ્ટન હરમનપ્રીત કૌર સહિત સિનિયર પ્લેયરોને તેની કોચિંગ પદ્ધતિ નહોતી ગમી.’ વહીવટદારોના કાર્યકાળ દરમ્યાન આવું બીજી વાર બન્યું છે. ગયા વર્ષે પુરુષ ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલેએ વિરાટ કોહલી સાથેના મતભેદ બાદ રાજીનામું આપ્યું હતું. કુંબલે અને અરોઠેએે સારું કામ ક્ર્યું, પણ અમુક પ્રભાવશાળી ખેલાડીઓ તેમને કોચ તરીકે નહોતા ઇચ્છતા. અરોઠેના કોચિંગમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આ વર્ષે ૯ નવેમ્બરથી મહિલા T૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે જેને હવે ફક્ત ત્રણ મહિના બાકી છે. વિનોદ રાયે દિલ્હીમાં વહીવટદારોની મીટિંગ બાદ કહ્યું કે ‘આવું તો સૌરવ ગાંગુલી અને ગ્રેગ ચૅપલના વખતથી ચાલતું આવે છે, આમાં કંઈ નવું નથી.’ ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર રમેશ પોવારને વચગાળાનો કોચ તરીકે નિમવામાં આવ્યો છે.

Comments (1)Add Comment
...
written by www.coolcustomessay.com, July 20, 2018
The team of Indian crickets reached the final of the one-day world championship, www.coolcustomessay.com and showed everyone that striving and regular training can work wonders.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK