બૅટ્સમૅન વિરાટ જીત્યો પણ કૅપ્ટન કોહલી હાર્યો

નબળી ગણાતી ઇંગ્લૅન્ડની ટીમ સામે ભારતે ટેસ્ટ-સિરીઝ હારીને એક મોટી તક ગુમાવી, સાથો સાથ કોહલીની કૅપ્ટન્સીની નબળાઈઓ પણ ઉઘાડી પડી

kohli



૨૦૧૪ની ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સિરીઝમાં મળેલી નિષ્ફળતાના કલંકને બૅટ્સમૅન વિરાટ કોહલીએ સારી રીતે દૂર કર્યું હતું, પરંતુ તે કૅપ્ટન તરીકે ઇંગ્લૅન્ડમાં નિષ્ફળ રહ્યો હતો. કોહલીની એ વાત સાચી હતી કે લૉર્ડ્સની ટેસ્ટને બાદ કરતાં ઇંગ્લૅન્ડને અન્ય તમામ મૅચમાં ભારતે ટક્કર આપી હતી. પરંતુ એ વાત પણ ચોક્કસ છે કે ઇંગ્લૅન્ડ સિરીઝમાં મળેલા ૪-૧ના વિજયને જોતાં ભારત કરતાં સારું રમ્યું હતું. સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડની ટીમને નબળી ગણવામાં આવી હતી, પરંતુ તેના ખેલાડીઓએ આ વાત ખોટી સાબિત કરી. આ સિરીઝ વિરાટ કોહલીની બૅટ્સમૅન તરીકે કસોટીરૂપ હતી. તેણે ïવિશ્વના શ્રેષ્ઠ બૅટ્સમૅન તરીકેની પોતાની ક્ષમતાને દર્શાવી હતી. સિરીઝમાં તેણે બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી સાથે ૫૯૩ રન બનાવ્યા હતા. વળી જેમ્સ ઍન્ડરસનને પણ બહુ સફળ થવા દીધો નહોતો. વળી મૅન ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.

પ્રૅક્ટિસ-મૅચના મહત્વને ન સમજ્યો

સૌથી મોટો તફાવત એ હતો કે ટીમમાં તેના પછી સૌથી વધુ ૨૯૯ રન લોકેશ રાહુલે ફટકાર્યા હતા જે પૈકી ૧૪૯ રન તો તેણે છેલ્લી ટેસ્ટમાં ફટકાર્યા હતા, જ્યારે કોઈ દબાણ નહોતું. પોતાની ટીમના ખેલાડીઓ ઇંગ્લૅન્ડની પરિસ્થિતિમાં રમવા માટે તેના જેટલા સક્ષમ નહોતા એ વાત કોહલી સમજી શક્યો નહોતો. ભારતીય ટીમે પ્રૅક્ટિસ-મૅચને ચાર દિવસથી ઘટાડીને ત્રણ દિવસ કરી નાખી હતી જેની સુનીલ ગાવસ્કરે પણ ટીકા કરી હતી. કોહલીએ એનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘સારા હરીફ હોય તો જ પ્રૅક્ટિસ-મૅચ ઉપયોગી હોય છે.’

ગાવસ્કરે કહ્યું હતું કે ‘તેણે સમજવું જોઈએ કે તે એક મહિના સુધી ન રમે તો પણ ત્યાર બાદ આવીને રન કરી શકે, પરંતુ અન્ય ખેલાડીઓને પ્રૅક્ટિસની જરૂર છે. પ્રૅક્ટિસ ગેમમાં તેમને સારો હરીફ ન મળે, પરંતુ બોલર અને બૅટ્સમૅનને મૅચની પરિસ્થિતિ સમજવાની તક મળે છે.’

ટીમની પસંદગીમાં ભૂલ


ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ વિજયમાં ચેતેશ્વર પુજારાની ભૂમિકા મહત્વની હતી. તેણે શાનદાર સદી ફટકારી હતી છતાં તેના કાઉન્ટીના ખરાબ ફૉર્મને જોતાં પહેલી ટેસ્ટમાં પસંદ નહોતો કરાયો. પુજારાએ સિરીઝમાં ૨૭૮ રન કર્યા હતા. કોહલીએ સતત શિખર ધવન પર ભરોસો કર્યો છે જે ભારતીય ઉપખંડની બહાર સફળ નથી રહ્યો. એકમાત્ર ૨૦૧૩ના સાઉથ આફ્રિકા પ્રવાસને બાદ કરતાં તેની ટ્ક્નિકમાં ઘણી ખામી છે. આઠ ઇનિંગ્સમાં ૧૬૨ રન જોતાં તેની ટેસ્ટ-કરીઅર લગભગ પૂરી થઈ ગયેલી જણાય છે. 

હાર્દિક પર વધુ ભરોસો

ટેસ્ટ-ક્રિકેટમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ક્ષમતા પર વધુ પડતો વિશ્વાસ મૂક્યો. ચાર ટેસ્ટમાં તેણે એક હાફ સેન્ચુરીની મદદથી કુલ ૧૬૪ રન કર્યા તો ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટની એક ઇનિંગ્સમાં લીધેલી પાંચ વિકેટ તેનું એકમાત્ર વખાણવાલાયક પ્રદર્શન હતું. એક બૅટ્સમૅન તરીકે તે ક્યારેય હરીફ ટીમ માટે ખતરારૂપ નહોતો બન્યો. તો બીજી તરફ સૅમ કરૅને તેના કરતાં સાવ ઊલટું બે મૅચ જીતાડી હતી તેમ જ મૅન ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.

પિચને સમજી ન શક્યો

કોહલી તમામ ટૉસ હાર્યો હતો. જોકે એમાં તેનો દોષ ન કાઢી શકાય, પરંતુ પિચને સમજીને પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં તેણે ઘણી ભૂલો કરી હતી. બીજી ટેસ્ટમાં તેણે બે સ્પિનરોનો ટીમમાં સમાવેશ નહોતો કર્યો. જ્યારે લૉર્ડ્સની પિચ ફાસ્ટ બોલરોને મદદરૂપ થતી હતી તો આ ટેસ્ટમાં બે સ્પિનરોને રમાડ્યા હતા. ફાસ્ટ બોલરોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો, પરંતુ તેઓ પણ લોઅર ઑર્ડરને નાથવામાં સફળ નહોતા થયા. રવિચન્દ્રન અશ્વિનની નિષ્ફળતા ભારતને સૌથી વધુ નડી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK