IPL બની ૪૩૨ અબજ રૂપિયાની બ્રૅન્ડ

ગયા વર્ષની સરખામણીમાં વૅલ્યુમાં થયો ૧૮.૯ ટકાનો વધારો, નવા બ્રૉડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાને આ વર્ષે થઈ અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયાની કમાણી : ટીમોમાં સૌથી વધુ બ્રૅન્ડ-વૅલ્યુ મુંબઈ ઇન્ડિયન્સની

ipl


વિશ્વની સૌથી અમીર ક્રિકેટ લીગ IPLની બ્રૅન્ડ-વૅલ્યુમાં દર વર્ષે વધારો થતો જ રહે છે. એ દર વખતે સફળતાનાં નવાં શિખરો સર કરી રહી છે. ૨૦૦૮માં પોતાના લૉન્ચિંગનાં ૧૧ વર્ષ બાદ IPLની બ્રૅન્ડ- વૅલ્યુમાં ભારે વધારો થયો છે. આ દર્શકો ઉપરાંત જાહેરાત આપનારાઓમાં પણ ઘણી લોકપ્રિય છે. ડફ ઍન્ડ ફેલ્પસ દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક વૅલ્યુએશન રિપોર્ટ ૨૦૧૮ મુજબ ૧૧મી સીઝનના સફળ આયોજન બાદ IPLની બ્રૅન્ડ-વૅલ્યુમાં ૧૮.૮૭ ટકાનો વધારો થયો છે તેમ જ એ વધીને ૬.૩ અબજ બિલ્યન ડૉલર એટલે કે ૪૩૨ અબજ રૂપિયાની બ્રૅન્ડ થઈ ગઈ છે.

ગયા વર્ષે આ ટી૨૦ ટુર્નામેન્ટની વૅલ્યુ ૫.૩ અબજ બિલ્યન ડૉલર એટલે કે ૩૬૩ અબજ રૂપિયા આંકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના નવા બ્રૉડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાને પાંચ વર્ષમાં કુલ ૧૬,૩૪૭.૫ કરોડ રૂપિયાની આવક થશે. સ્ટાર ઇન્ડિયાએ એને આઠ ભાષામાં પ્રસારિત કરી હતી જેને કારણે એની લોકપ્રિયતામાં સાઉથ ઇન્ડિયામાં ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ડફ ઍન્ડ ફેલ્પસના જણાવ્યા પ્રમાણે સ્ટાર ઇન્ડિયાને ટીવી અને ડિજિટલ માધ્યમ દ્વારા અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી તો ગયા વર્ષે સોનીને અંદાજે ૧૩૦૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી.

IPLની આઠ ટીમોની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની બ્રૅન્ડ-વૅલ્યુ સૌથી વધારે ૧૧૩ મિલ્યન ડૉલર એટલે કે ૭૭૫ કરોડ રૂપિયાની છે. બીજો ક્રમાંક કલકત્તા રાઇડર્સનો છે જેની બ્રૅન્ડ-વૅલ્યુ ૧૦૪ મિલ્યન ડૉલર એટલે કે ૭૧૩ કરોડ રૂપિયાની છે. તો રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને ચેન્નઈ સુપર કિંગ્સની વૅલ્યુ એકસમાન ૯૮ મિલ્યન ડૉલર એટલે કે ૬૭૨ કરોડ રૂપિયાની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK