ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને ફીલ્ડિંગ શીખવાડશે ભૂતપૂર્વ વિકેટકીપર બૅટ્સમૅન બ્રૅડ હૅડિન

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર અને બૅટ્સમૅન બ્રૅડ હૅડિનને આગામી બંગલા દેશ પ્રવાસ માટે ટીમનો ફીલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યો છે.

વીો્

હૅડિનનો કૉન્ટ્રૅક્ટ ૨૦૧૮ સુધી રહેશે. હૅડિન ભૂતપૂર્વ બૅટ્સમૅન ગ્રેગ બ્લેવેટનું સ્થાન લેશે, જેણે સાઉથ ઑસ્ટ્રેલિયા ક્રિકેટ અસોસિએશનમાં એક પદ સંભાળ્યું છે. હૅડિન આ પહેલાં ઑસ્ટ્રેલિયા-A ટીમને કોચિંગ આપી ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાના ન્યુ ઝીલૅન્ડ પ્રવાસ દરમ્યાન તે અસિસ્ટન્ટ કોચ હતો. તે પાકિસ્તાન પ્રીમિયર લીગમાં ઇસ્લામાબાદ ટીમ સાથે પણ જોડાયેલો છે. તેનો ઑસ્ટ્રેલિયાના ફીલ્ડિંગ કોચ તરીકે પહેલો પ્રવાસ બંગલા દેશનો હશે. ઑસ્ટ્રેલિયાની ટીમ આ મહિનાના અંતમાં બે ટેસ્ટ-મૅચ રમવા બંગલા દેશનો પ્રવાસ કરશે.

હૅડિને કહ્યું હતું કે ‘હું ઍન્ડ્રુ સાયમન્ડ અને રિકી પૉન્ટિંગ જેવા સારા ખેલાડીઓને શાનદાર ફીલ્ડિંગ કરતા જોઈને મોટો થયો છું. હું તેમની પાસેથી શીખેલો મારો અનુભવ હવે યુવા ખેલાડીઓ સાથે વહેંચીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy