... તો શું આ વખતે પણ એશિયા કપમાં નક્કી છે ભારતની જીત ?

ભારત જીતશે એશિયા કપ 2018 !

TEAM INDIA



ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે એશિયા કપ પર છે. આ ટુર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થઈ રહી છે. એશિયા કપમાં માટે આ વખતે ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિત શર્માને સોંપાયું છે. ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસેથી આવેલા કેપ્ટન કોહલીને આરામ અપાયો છે. ટીમ ઈન્ડિયા એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, અને આ વખતે પણ ટીમ ઈન્ડિયાને ટાઈટલ માટે પ્રબળ દાવેદાર મનાઈ રહી છે. અને ટીમ ઈન્ડિયાની દાવેદારીને વધુ મજબૂત કરી રહ્યો છે એક સંયોગ. આ સંગોય મુજબ આ વખતે પણ એશિયા કપ ટીમ ઈન્ડિયા જ જીતશે.

INDIA


ભારત જીતશે એશિયા કપ 2018 !

એશિયા કપની શરૂઆત 1984થી થઈ હતી. પહેલો એશિયા કપ પણ યુએઈમાં રમાયો હતો, આ વખતે પણ ટુર્નામેન્ટ ત્યાં જ રમાઈ રહી છે. ત્રીજી વખત યુએઈમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાઈ રહ્યું છે. 1984 બાદ 1995માં એશિયા કપ યુએઈમાં રમાયો હતો. ખાસ વાત એ છે કે જ્યારે જ્યારે એશિયા કપ યુએઈમાં યોજાયો ત્યારે ત્યારે ભારત જ ચેમ્પિયન બન્યું છે. 1984માં પણ ભારતે ટ્રોફી જીતી હતી, 1995માં પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.

વધુ એક રસપ્રદ વાત એ છે કે જ્યારે જ્યારે એશિયા કપ યુએઈમાં રમાય છે ત્યારે ત્યારે ફાઈનલ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે જ રમાઈ છે.

સૌથી વધુ વખત ભારત બન્યું ચેમ્પિયન

આ ટુર્નામેન્ટ ભારત સૌથી વધુ 6 વખત જીતી ચુક્યુ છે. 1984, 1988, 1990/1991, 1995, 2010 અને 2016માં ભારત એશિયા કપ પોતાના નામે કરી ચુક્યુ છે. છેલ્લે આ ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાઈ હતી. જો કે આ સિવાય દરેક વખતે એશિયા કપ વન ડે ફોર્મેટમાં રમાયો છે. આ વખતે પણ એશિયા કપ 50-50 ઓવરના ફોર્મેટમાં રમાશે.

SRI LANKA


ભારત બાદ નંબર આવે છે શ્રીલંકાનો. શ્રીલંકા 5 વખત એશિયા કપમાં ચેમ્પિયન બની ચૂક્યુ છે. 1986, 1997, 2004, 2008, અને 2014માં શ્રીલંકા એશિયાનું ચેમ્પિયન બની ચૂક્યુ છે. 1986માં ભારતે એશિયા કપમાં ભાગ જ નહોતો લીધો.

PAKISTAN


તો ભારતનું કટ્ટર હરીફ પાકિસ્તાન ફક્ત બે વખત જ એશિયા કપ જીતી શક્યું છે. પાકિસ્તાને 2000 અને 2012માં એશિયા કપ પર કબજો કર્યો હતો.


TEAM INDIA1


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK