મોઇન અલી સામે ભારતીય બૅટ્સમેનો પડ્યા ઘૂંટણિયે

ભારતીય ટીમ ૧૮૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી

kohli



ચોથી ટેસ્ટમાં ફરી એક વાર ભારતીય બૅટ્સમેનોએ શરણાગતિ સ્વીકારતાં ઇંગ્લૅન્ડે ચોથા દિવસે ૬૦ રનથી વિજય મેળવીને સિરીઝને ૩-૧થી જીતી લીધી છે. ૨૪૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમ ૧૮૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. પિચ પર ટકવું મુશ્કેલ નહોતું, પરંતુ રન બનાવવા જરૂર મુશ્કેલ હતા. વિરાટ કોહલીની ટીમને એ વાતનો જરૂર અફસોસ રહેશે કે તે વર્તમાન સમયની સૌથી નબળી ઇંગ્લૅન્ડની ટીમ સામે હારી હતી, કારણ કે જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ અને ઑફ સ્પિનર મોઇન અલીએ (પહેલી ઇનિંગ્સમાં ૬૩ રનમાં પાંચ અને બીજી ઇનિંગ્સમાં ૭૧ રનમાં ૪ વિકેટ) ભારતીય ટીમને ૨૦૧૪ની જેમ જ હરાવ્યું હતું.

રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારતે એ તમામ દેશો સામે સિરીઝ ગુમાવી છે જે હંમેશાં મજબૂત ગણાય છે. રવિ શાસ્ત્રીએ ત્રીજી ટેસ્ટ જીત્યા બાદ કહ્યું હતું કે ભારત શ્રેષ્ઠ પ્રવાસી ટીમ બનશે. કોહલી અને શાસ્ત્રીની જોડી દરમ્યાન ભારત ઑસ્ટ્રેલિયામાં (મહેન્દ્ર સિંહ ધોની બે ટેસ્ટમાં કૅપ્ટન હતો), સાઉથ આફ્રિકામાં અને હવે ઇંગ્લૅન્ડમાં સિરીઝ હાર્યું છે. છેલ્લી ટેસ્ટ ૭ સપ્ટેમ્બરથી ઓવલમાં રમાશે.

લક્ષ્યાંક સરળ નહોતો, પરંતુ ભારતનું મિડલ અને લોઅર ઑર્ડર નિષ્ફળ રહ્યો હતો. કૅપ્ટન વિરાટ કોહલી (૫૮) અને અજિંક્ય રહાણે (૫૧) વચ્ચે ચોથી વિકેટ માટે ૧૦૧ રનની પાર્ટનરશિપ થઈ હતી. કોહલીને મોઇને આઉટ કરતાં ૩ વિકેટે ૧૨૨ રન બાદ ભારતે એક કલાકમાં ૧૬૩ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી. કોઈ પણ ખેલાડીએ લડત આપી નહોતી. મોઇન અશ્વિન કરતાં અહીં વધુ સફળ થયો હતો. મોઇને જ વિરાટ અને રહાણેની વિકેટ લીધી હતી. રિષભ પંતે આક્રમક (૧૮) રન બનાવ્યા, પરંતુ પોતાની આક્રમકતાને કાબૂમાં ન રાખી શક્યો. હાર્દિક પંડ્યા ઝીરો પર આઉટ થયો હતો. રવિચન્દ્રન અશ્વિને છેલ્લે ફાઇટ આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK