ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બળવો, કોહલી-શાસ્ત્રીથી ખુશ નથી ખેલાડીઓ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલતી પાંચમી ટેસ્ટ શરૂ થઈ રહી છે

KOHLI SHASHTRI



ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલતી પાંચમી ટેસ્ટ શરૂ થઈ રહી છે, પરંતુ આ મેચ પહેલા કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીના વલણથી ખુશ નથી. પાંચ ટેસ્ટની સિરીઝ ટીમ ઈન્ડિયા 3-1થી હારી ચૂકી છે. ભારતીય ફેન્સને કોહલી એન્ડ કંપની પાસેથી પાંચમી ટેસ્ટ જીતીને પાછા આવવાની આશા છે. પરંતી ટીમ ઈન્ડિયામાં બળવાના સમાચાર ચાહકોની આશા તોડી શકે છે.

ટીમ ઈન્ડિયામાં બળવાની શક્યતા

હાલની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની સાથે સાથે કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની પણ ટીકા થઈ રહી છે. ફેન્સની સાથે સાથે ટીમની અંદર ટીમ મેનેજમેન્ટને લઈને પણ બળવાના સંકેત દેખાઈ રહ્યા છે. ખાસ કરીને દરેક મેચ પહેલા ખેલાડીઓમાં અસુરક્ષાની લાગણી અને શાસ્ત્રી-કોહલીની જોડીની નિષ્ફળ રણનીતિ ખેલાડીઓનું મનોબળ તોડી રહી છે.

એક રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ આ મામલે પોતાની રજૂઆત કરી છે. એક ખેલાડીના કહેવા મુજબ ટીમમાં સતત પરિવર્તન કરવાને કારણે દરેક ખેલાડીનો આત્મવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. કોહલી ટીમનું ભલુ ઈચ્છે છે, પરંતુ સતત પ્લેઈંગ ઈલેવનમાં બદલાવને કારણે ખેલાડીઓ નિરાશ થઈ રહ્યા છે.

હેડ કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ખેલાડીઓને લાગી રહ્યું છે કે શાસ્ત્રીની મંજૂરી વિના કોહલી ટીમ ન બદલી શકે. એક ક્રિકેટરનું કહેવું છે કે શાસ્ત્રી માને છે કે અમે તેમના કહેવા મુજબ નથી રમી રહ્યા. પરંતુ જ્યારે ટીમમાં અમારુ સ્થાન સુરક્ષિત નહીં હોય તો અમે મેચ કેવી રીતે જીતીશું.

ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓના નિવેદન પરથી એક વાત સ્પષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટના નિર્ણયોથી ખેલાડીઓ નાસીપાસ થઈ રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK