IND vs ENG:ઈશાંત શર્માએ બનાવ્યો રેકોર્ડ, બન્યા ત્રીજા ભારતીય બોલર

ઈશાંત શર્મા ભારત તરફથી 250 વિકેટ લેનાર ફક્ત ત્રીજા બોલર છે

ishant




ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટની વિકેટ લેવાની સાથે જ એક ખાસ ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે. જો રૂટની વિકેટ ઈશાંત શર્માની 250મી વિકેટ હતી.

ઈશાંત શર્મા ભારત તરફતી 250 વિકેટ લેનાર ફક્ત ત્રીજા બોલર છે. આ પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન 250નો આંકડો પાર કરી ચૂક્યા છે. કપિલ દેવે પોતાની કરિયરમાં 434 અને ઝહીર ખાને 311 વિકેટ ઝડપી છે.

ચોથી ટેસ્ટમાં રૂટ ઈશાંતના અંદર આવતા બોલને સમજી ન શક્યા અને આઉટ થઈ ગયા. ઈશાંત શર્મા અત્યાર સુધઈમાં 86 ટેસ્ટ રમી ચૂક્યા છે, જેમાં 35ની એવરેજથી 250 વિકેટ લઈ ચૂક્યા છે. ઈશાંત અત્યાર સુધીમાં 8 વખત 5 વિકેટ અને 1 વખત 1 ટેસ્ટમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે.

ટીમ ઈન્ડિયામાં લંબુના હુલામણઆ નામે જાણીતા ઈશાંતે 80 વન ડેમાં 114 વિકેટ ઝડપી છે. ઈશાંતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી તે સિરીઝમાં 25.68ની એવરેજથી 12 વિકેટ ઝડપી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે 2014થી અત્યાર સુધી ઈશાંત એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ઈશાંત અત્યાર સુધીમાં 65 વિકેટ ઝઢપી છે. ઈશાંત બાદ આ રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે. શમીએ 64 વિકેટ ઝડપી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK