ભારત સામે ૫-૦થી વિજયની વાત કરવી વધુ પડતી ઉતાïવળ : બૅરસ્ટૉ

ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅનના મતે ભારતીય ટીમ વિશ્વની નંબર વન ટીમ છે અને સિરીઝમાં હજી ઘણું ક્રિકેટ રમાવાનું છે

 berisow

પહેલી બે ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ ભલે સંઘર્ષ કરતી નજરે પડતી હોય, પરંતુ ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉની બૅરસ્ટૉએ કહ્યું હતું કે ૫-૦થી વાઇટવૉશની વાત કરવી વધારે પડતી ઉતાવળ હશે. ભારતીય ટીમ રવિવારે લૉર્ડ્સમાં ઇનિંગ્સના અંતરથી હારી હતી અને ઇંગ્લૅન્ડની ટીમ હાલ શાનદાર ફૉર્મમાં નજરે પડે છે, પરંતુ બૅરસ્ટૉએ ધ ડેઇલી ટેલિગ્રાફને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. અમને ખબર છે કે ઘરઆંગણે કેવી રીતે રમવાનું છે; પરંતુ મને નથી લાગતું કે તમે કહી શકો કે ભારતની ટીમ નબળી છે, કારણ કે એ વિશ્વની નંબર વન ટીમ છે અને સિરીઝમાં હજી ઘણું ક્રિકેટ રમવાનું બાકી છે. વિકેટકીપરે કહ્યું હતું કે અત્યારથી ૫-૦થી વાત કરવી ઉતાïવળ હશે. ફરી ગરમી વધી શકે છે. સધમ્પ્ટન અને ઓવલની પિચ સૂકી હોઈ શકે છે. જોકે અમે કોઈ કસર છોડવા માગતા નથી.

 પાંચ મૅચની સિરીઝની ત્રીજી ટેસ્ટ નૉટિંગહૅમના ટ્રેન્ટ બ્રિજમાં શનિવારથી રમાશે. દરમ્યાન કૅપ્ટન જો રૂટે કહ્યું હતું કે બીજી ટેસ્ટમાં જીત બાદ ૫-૦થી સિરીઝ જીતવાનું અમારું સપનું છે, પરંતુ અમે વધુપડતો આત્મવિશ્વાસ રાખીને વધુ પડતું આગળનું ન વિચારીએ.

બૅરસ્ટોને એ વાતનો પણ આનંદ છે કે બેન સ્ટોક્સ નાઇટ-ક્લબની બહાર થયેલા ઝઘડાના કેસમાં નિર્દોષ સાબિત થયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK