IPLમાં લોઅર ઑર્ડરમાં બૅટિંગ કરવી મુશ્કેલ : ધોની

ચેન્નઈના કૅપ્ટને વધતી ઉંમર અને ફિટનેસને કારણે બદલેલી રણનીતિ વિશે કર્યો ખુલાસો

dhoni

IPLમાં પોતાની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજી વખત ચૅમ્પિયન બનાવનારા કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે ‘લોઅર ઑર્ડરમાં બૅટિંગ કરવી સરળ નથી. વળી વધતી જતી ઉંમરને કારણે મારે મારી ફિટનેસ પર પણ ધ્યાન આપવાની જરૂર હતી.’

ધોની IPLની આ સીઝનમાં ૧૬ મૅચ રમ્યો અને તેણે કુલ ૪૫૫ રન બનાવ્યા જેમાં ૩ હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. ધોની આ વખતે IPLમાં લોઅરને બદલે મિડલ ઑર્ડરમાં રમવા આવ્યો હતો. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મેં જ્યારે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારથી મારી ફિટનેસની વાતો શરૂ થઈ. જ્યારે IPLની વાત થઈ તો અમે ટીમને લઈને ચર્ચામાં બેસતા ત્યારે મેં વિચારી લીધું હતું કે મારે ટૉપ ઑર્ડરમાં જ ઊતરવાનું છે. ઉંમરને ધ્યાનમાં લઈને લોઅર ઑર્ડરમાં ઊતરીશ તો ઘણી મુશ્કેલી થશે.’

ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું હતું કે ‘હું એ વાત નક્કી કરવા માગતો હતો કે મૅચ જીતવાની જવાબદારી ઉઠાવવામાં આવે, પરંતુ જ્યારે હું લોઅર ઑર્ડરમાં ઊતરતો તો જાતને સમય જ આપી શકતો ન હતો. વળી હું જ્યારે ટૉપ ઑર્ડરની વાત કરતો હતો તો એનો અર્થ ક્રમાંક ૩, ૪ અને પાંચ પર બૅટિંગ નહીં, પરંતુ ઓવરની સંખ્યા વિશેની વાત હતી.’

૩૬ વર્ષના ધોનીએ કહ્યું હતું કે ‘IPLમાં મિડલ ઑર્ડરમાં રમવાને કારણે મને વધુ આક્રમક થવાની તક મળતી. જો હું આઉટ પણ થઈ જાઉં તો મારા પછી આવનારા બૅટ્સમેનને પણ તક મળે અને તે ટીમને જીતાડી શકે જે જરૂરી પણ હતું.’

માહીના નામથી જાણીતા ધોનીએ કહ્યું હતું કે ‘અમે IPLમાં અમારા બૅટિંગ ઑર્ડરમાં વધુ પ્રયોગ ન કરી શક્યા, કારણ કે શેન વૉટ્સન, અંબાતી રાયુડુ, સુરેશ રૈના અને ડ્વેઇન બ્રાવો તમામે રન બનાવ્યા. જોકે મારી શરૂઆતથી જ એવી યોજના હતી કે એવી ટીમ બનાવવામાં આવે જેમાં બધા જ ખેલાડીઓ બૅટિંગ કરી શકે જેને કારણે હું પણ મેદાનમાં આક્રમક બૅટિંગ કરી શકતો હતો.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK