બૉલ-ટૅમ્પરિંગના મામલે ચંદીમલે પોતાને ગણાવ્યો નિર્દોષ

શુક્રવારે શ્રીલંકાના કૅપ્ટને ગળ્યો પદાર્થ પહેલાં મોંમાં નાખ્યો અને ત્યાર બાદ એને બૉલ પર લગાવ્યો એવું રીપ્લેમાં જોયા બાદ કરવામાં આવી હતી આ સજા

chandimal

શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલે ગYયા પદાર્થનો ઉપયોગ કરીને બૉલ સાથે ચેડાં કરવાના આરોપોને નકારી કાઢ્યા છે. ICC દ્વારા રવિવારે જણાવવામાં આવ્યું હતું કે બીજી ટેસ્ટ પૂરી થયા બાદ આ મામલે સુનાવણી થશે. દિનેશ ચંદીમલે કહ્યું હતું કે હું ત્ઘ્ઘ્ની આચારસંહિતાની કલમ ૨.૨.૯ના ઉલ્લંઘનનો દોષી નથી.

મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથ વર્તમાન ટેસ્ટ પૂરી થયા બાદ આ મામલે સુનાવણી કરશે.

મૅચ-અધિકારીઓએ શુક્રવારે રમતના છેલ્લા સેશનની રીપ્લે જોયા બાદ ચંદીમલને આરોપી ગણાવ્યો હતો. રીપ્લેમાં જોવા મળ્યું હતું કે ચંદીમલે પોતાના ખિસ્સામાંથી મીઠાઈ જેવી કોઈ વસ્તુ કાઢી અને મોંમાં નાખી હતી. ત્યાર બાદ તેણે બૉલ પર કંઈક કૃત્રિમ પદાર્થ પણ લગાડ્યો હતો. ત્યાર બાદ શનિવારે બીજી ટેસ્ટ-મૅચનો ત્રીજો દિવસ પૂરો થયા બાદ ચંદીમલ પર બૉલ સાથે ચેડાં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

મૅચનો ત્રીજો દિવસ શરૂ થાય એ પહેલાં મૅચમાં અમ્પાયરિંગ કરી રહેલા બન્ને અમ્પાયરો અલીમ દર અને ઇયાન ગુલ્ડે શ્રીલંકાની ટીમને કહી દીધું હતું કે તેઓ એ જ બૉલથી રમતને આગળ નહીં વધારી શકે. બૉલ બદલવાની માગણીથી નારાજ શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલના આગેવાનીમાં ટીમ દોઢ કલાક સુધી મેદાનમાં જ નહોતી ઊતરી. શ્રીલંકા પર પાંચ રનની પેનલ્ટી પણ લગાવવામાં આવી હતી.

બૉલ સાથે ચેડાં કરનારને કડક સજા આપવા માગે છે ICC

ICC દ્વારા આ મહિનાના અંતે થનારી વાર્ષિક કૉન્ફરન્સમાં બૉલ સાથે ચેડાં કરવાને મામલે કઠોર સજા કરવાની તરફેણ કરવામાં આવશે. શ્રીલંકાના કૅપ્ટન દિનેશ ચંદીમલ પર વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ દરમ્યાન બૉલ સાથે ચેડાં કરવામાં આïવ્યાં હોવાનો આરોપ છે. ICC આવા અપરાધના લેવલને બેથી ïવધારીને ત્રણ કરવા માગે છે. અત્યાર સુધી આવા અપરાધ માટે એક ટેસ્ટ કે પછી બે વન-ડે રમવા પર પ્રતિબંધની જોગવાઈ છે. લેવલ ત્રણમાં ખેલાડી પર ચાર ટેસ્ટ અથવા આઠ વન-ડે માટે પ્રતિબંધ લગાવવામાં આવે છે.

ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડેવિડ રિચર્ડસને કહ્યું હતું કે ક્રિકેટ કમિટીનું માનવું છે કે બૉલ સાથે ચેડાં કરવાની ઘટના છેતરપિંડી છે. ત્ઘ્ઘ્ની આચારસંહિતાની કલમ ૨.૨.૯ ટેસ્ટ-મૅચ, વન-ડે અને T૨૦ના રમતની શરતના નિયમ ૪૧.૩ના ઉલ્લંઘનથી સંબધિત છે, જે મુજબ બૉલને પૉલિશ કરવા ઉપરાંત કોઈ પણ હેતુથી બૉલ પર કોઈ પણ પ્રકારનો કૃત્રિમ અને કૃત્રિમ ન હોય એવો પદાર્થ લગાવવાના હેતુથી બૉલને જાણીજોઈને જમીન પર ફેંકવો જેવાં કાર્યો પર પ્રતિબંધ મૂકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK