પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે નૉમિનેટ

કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કરનાર ચૅમ્પિયન પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ આ વર્ષે ‘રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર’ માટે નૉમિનેટ થયા છે

fogat puniya


બજરંગે અસોસિએશન તરફથી નૉમિનેશન ફૉર્મ ભરીને મોકલાવી દીધું છે, જ્યારે વિનેશને સ્પોટ્ર્સ મિનિસ્ટરી નૉમિનેટ કરી શકે છે. સ્પોટ્ર્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોડ એશિયન ગેમ્સમાં ખેલાડીઓના પર્ફોર્મન્સની સમીક્ષા આવતા અઠવાડિયે કરશે. ત્યાર બાદ મિનિસ્ટરી સિલેક્શન પૅનલને રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનાં નૉમિનેસન્સ મોકલશે. વિજેતા ખેલાડીઓને ૨૫ સપ્ટેમ્બરે દિલ્હીમાં પુરસ્કારોથી નવાજવામાં આવશે. ‘રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર’ માટે નીરજ ચોપડા, વિનેશ અને બજરંગ પ્રબળ દાવેદાર છે. વિનેશ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા પહેલવાન બની છે. અત્યાર સુધી એક વર્ષમાં હાઇએસ્ટ ચાર ખેલાડીઓને  પ્રતિષ્ઠિત ખેલરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે, જ્યારે રિયો ઑલિમ્પિક્સ પછી પી. વી. સિંધુ, સાક્ષી મલિક, દીપા કર્માકર અને જિતુ રાયને આ દુર્લભ બહુમાન મYયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK