ધોની-કોહલીએ મને બનાવ્યો નંબર વન : જાડેજા

ટેસ્ટ રૅન્કિંગમાં બોલર અને ઑલરાઉન્ડર એ બન્ને કૅટેગરીમાં નંબર વનનું સ્થાન મેળવીને રવીન્દ્ર જાડેજા છવાઈ ગયો હતો. જાડેજાએ તેની આ ડબલ બાદશાહત માટે ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હાલના કૅપ્ટન વિરાટ કોહલીનો આભાર માન્યો હતો. જાડેજાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારી આ સફરમાં બે જણે ખૂબ જ મહત્વનો રોલ ભજવ્યો છે. એ છે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી.’

jadeja


જાડેજાએ ૨૦૦૯માં વન-ડે અને ૨૦૧૨માં ટેસ્ટ-કરીઅરની શરૂઆત મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં કરી હતી. ધોનીએ જાડેજાને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને તેના પર ઘણી વાર જાડેજાની ફેવર કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. IPLમાં પણ જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ વતી ધોનીના નેતૃત્વમાં રમતો હતો.

જાડેજાના બૅનને લીધે અક્ષર પટેલને મોકો

શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટની સિરીઝની ત્રીજી અને છેલ્લી મૅચ શનવિારથી પલ્લેકેલમાં રમાવાની છે. ટીમ ઇન્ડિયાએ પહેલી બન્ને ટેસ્ટ જીતીને સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે અને વધુ એક જીત સાથે વિદેશની ધરતી પર વાઇટવૉશની કમાલ કરવા તત્પર છે. જોકે વિરાટ સેનાએ આ મૅચમાં બીજી ટેસ્ટના હીરો તેમ જ ટેસ્ટના નંબર વન બોલર અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વગર મેદાનમાં ઊતરવું પડશે. જાડેજાએ બીજી ટેસ્ટ દરમ્યાન ઓવરમાં ફૉલો-થ્રૂમાં બૉલને રોક્યા બાદ બૅટ્સમૅન મલિન્દા પુષ્પકુમારા તરફ બૉલ ફેંકીને આચારસંહિતનો ભંગ કરતાં તેના પર ૫૦ ટકા મૅચ-ફીનો દંડ તેમ જ એક ટેસ્ટ-મૅચના પ્રતિબંધની સજા કરવામાં આવી છે.

ટીમ-મૅનેજમેન્ટે ટીમમાં જાડેજાને સ્થાને ભરૂચના ઑલરાઉન્ડર અક્ષર પટેલનો સમાવેશ કર્યો છે. અક્ષર પટેલ પણ જાડેજાની જેમ જ લેફ્ટ-આર્મ સ્પિનર છે. અક્ષર પટેલ રવવિારે સાઉથ આફ્રિકામાં પૂરી થયેલી ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં રમીને દેશમાં પાછો ફર્યો હતો ત્યારે તેને આ સમાચાર મળ્યા હતા. આ સિરીઝમાં અક્ષર પટેલે ચાર મૅચમાં ૭ વિકેટ લીધી હતી. 

એક મૅચના પ્રતિબંધને લીધે સૌરાષ્ટ્રનો નંબર વન ઑલરાઉન્ડર ત્રીજી ટેસ્ટમાં રમી શકે એમ ન હોવાથી ભરૂચના ઑલરાઉન્ડરનો ટીમમાં કરાયો સમાવેશ, જોકે પ્લેઇંગ ઇલેવનમાં ચાઇનામૅન બોલર કુલદીપ યાદવને તક મળે એવી શક્યતા

૩૦ વન-ડે અને ૭ T20 રમ્યો છે

અક્ષર પટેલ હજી સુધી એક પણ ટેસ્ટ નથી રમ્યો, પણ ભારતીય ટીમ વતી ૩૦ વન-ડે અને ૭ T20 મૅચ રમી ચૂક્યો છે. ૩૦ વન-ડેમાં અક્ષરે ૧૭૦ રન બનાવ્યા છે અને ૩૫ વિકેટ લીધી છે જ્યારે ૭ T20માં ૬૨ રન બનાવવા ઉપરાંત ૭ વિકેટ લીધી છે. અક્ષરે ફ્સ્ર્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩ મૅચમાં એક સેન્ચુરી અને ૧૦ હાફ-સેન્ચુરી સાથે ૧૧૬૩ રન બનાવ્યા છે અને પંચાવન રનમાં ૬ વિકેટના બેસ્ટ પફોર્ર્મન્સ સાથે ૭૯ વિકેટ ઝડપી છે.

કુલદીપની શક્યતા વધુ


અક્ષર પટેલને શ્રીલંકા બોલાવવામાં આવ્યો છે પણ તેને ત્રીજી ટેસ્ટમાં રમવા મળે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. પલ્લેકેલની પિચના મિજાજને જોતાં ચાઇનામૅન બોલર કુલદીપ યાદવનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ઑલમોસ્ટ ફાઇનલ છે. કુલદીપ યાદવ ઘરઆંગણે ધરમશાલામાં ઑસ્ટ્રેલિયા સામે સફળ ટેસ્ટ-ડેબ્યુ કરી ચૂક્યો છે. કુલદીપે પહેલી જ મૅચમાં ૯૧ રનમાં ચાર વિકેટ સાથે કાંગારૂઓને બરાબરના પજવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy