૩૪ વર્ષમાં પહેલી વાર ઑસ્ટ્રેલિયા વન-ડે રૅન્કિંગમાં ટૉપ ફાઇવમાંથી થયું બહાર

પાંચ વખત વર્લ્ડ કપ જીતનારી કાંગારૂ ટીમ ૧૯૮૪ બાદ પહેલી વખત ICCના રૅન્કિંગમાં છઠ્ઠા ક્રમાંક પર પહોંચી

ICC

ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ICC વન-ડે રૅન્કિંગમાં ૩૪ વર્ષમાં સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે. ગઈ કાલે બહાર પાડવામાં આવેલા રૅન્કિંગમાં પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન રહેલી ટીમ છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે. ઑસ્ટ્રેલિયા અત્યારે ઇંગ્લૅન્ડ સામે પાંચ વન-ડે મૅચની સિરીઝ રમી રહી છે. ઑસ્ટ્રેલિયાએ પાંચમા સ્થાને પરત આવવા માટે બાકી બચેલી ત્રણ મૅચો પૈકી ઓછામાં ઓછી કોઈ એક મૅચ જીતવી પડશે.

ઑસ્ટ્રેલિયા ૧૯૮૪માં છઠ્ઠા સ્થાન પર હતું. ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન છેલ્લાં બે વર્ષ કરતાં ઓછા સમયમાં પ્રથમ ક્રમાંક પરથી છઠ્ઠા ક્રમાંક પર આવી ગયું છે. એના ખરાબ તબક્કાનો પ્રારંભ સાઉથ આફ્રિકા સામે મળેલી ૫-૦ની હારથી થઈ હતી. ત્યાર બાદ તે ન્યુ ઝીલૅન્ડ, ભારત અને ઇંગ્લૅન્ડ સામે સતત ત્રણ દ્વિપક્ષી સિરીઝ હાર્યું છે. સાથે જ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ શરૂઆતના તબક્કામાં જ બહાર થઈ ગયું હતું.

ઇંગ્લૅન્ડ ભારત અને સાઉથ આફ્રિકા વન-ડે રૅન્કિંગમાં અનુક્રમે પ્રથમ ત્રણ સ્થાન પર છે. આ સમયે ઇંગ્લૅન્ડના ૧૨૪, ભારતના ૧૨૨ અને સાઉથ આફ્રિકાના ૧૧૩ પૉઇન્ટ છે. ચોથા સ્થાને રહેલા ન્યુ ઝીલૅન્ડના ૧૧૨ પૉઇન્ટ છે તો પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા બન્નેના ૧૦૨ પૉઇન્ટ છે. આમ પાંચમા ક્રમાંક માટે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર છે. જોકે પૉઇન્ટ્સ મુજબ એ અત્યારે પાકિસ્તાન કરતાં પાછળના ક્રમાંક પર છે. અત્યારે ઑસ્ટ્રેલિયાનું રૅન્કિંગ આના કરતાં ઓછું થાય એવી શક્યતા ઓછી છે, કારણ કે સાતમા સ્થાને રહેલા બંગલા દેશના અત્યારે ૯૩ પૉઇન્ટ છે. એ ઑસ્ટ્રેલિયાને પાછળ મૂકી શકે એવી પરિસ્થિતિ પડકારજનક છે, પરંતુ ન થઈ શકે એવી પણ નથી, કારણ કે ઑસ્ટ્રેલિયા ઑગસ્ટ મહિનામાં બંગલા દેશ જઈને ત્યાં એની સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. જો ઑસ્ટ્રેલિયા ત્રણે મૅચ હારી જાય તો આ ક્રમાંકમાં પણ ફેરફાર થઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK