કાંગારૂઓની બસ પર પથ્થર ફેંકવા પાછળ કોઈ સાજિશ છે?

આસામના મુખ્ય પ્રધાન કહે છે કે હા, આ તો રાજ્યને દેશનું સ્પોર્ટ્સ કૅપિટલ બનતું રોકવાનો પ્રયત્ન: પોલીસે બે શંકાસ્પદોની કરી ધરપકડ: ડરી ગયા હતા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ

bus


મંગળવારે ગુવાહાટીમાં બીજી મૅચમાં જીત મેળવ્યા બાદ હોટેલ પર પાછી ફરી રહેલી ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમની બસ પર પથ્થર ફેંકવાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે ખેલાડીઓ ઘણા ડરી ગયા હતા. જોકે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત નહોતો થયો, કારણ કે બારી પાસેની સીટ પર કોઈ નહોતું બેઠું અને એ ખાલી હતી, પરંતુ આ ઘટનાથી આસામ ક્રિકેટ અસોસિએશન અને ગુવાહાટીના બારસાપારામાં નવનિર્મિત સ્ટેડિયમમાં થયેલી મૅચ માટે કરવામાં આવેલા રાજ્યના પોલીસ સુરક્ષા-બંદોબસ્ત પર સવાલો ઊભા થયા હતા.

સિનિયર બૅટ્સમૅન ઍરોન ફિન્ચે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર બારી પાસે પથ્થરથી તૂટેલા કાચનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે હોટેલ તરફ પાછી ફરતી બસની બારી પર પથ્થરથી થયેલા હુમલાને કારણે બધા ઘણા ડરી ગયા હતા.

આસામ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી પ્રદીપ બુરાગોહેને કહ્યું હતું કે ‘અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો, પરંતુ ખબર નહીં આ કઈ રીતે થયું. આ બધું સ્ટેડિયમની નજીક ભીડભાડવાળા રસ્તા પર નહીં, પરંતુ ટીમની હોટેલની નજીક થયું હતું. પોલીસે આ ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ થઈ રહી છે. હું આશ્વાસન આપી શકું છું કે ભવિષ્યમાં આવી ઘટના નહીં થાય. જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ હૈદરાબાદ માટે રવાના થશે ત્યારે પૂરતો બદોબસ્ત રાખવામાં આવશે.’

દરમ્યાન આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે આ ઘટનાની ટીકા કરીને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરતાં કહ્યું હતું કે ‘શાનદાર રમત બાદ આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જેનો હેતુ સ્પોર્ટ્સ સેન્ટર તરીકે ગુવાહાટીની છાપને ખરાબ કરવાનો છે. દોષીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. પોલીસે શંકાસ્પદોની ધરપકડ કરી છે.’

મુખ્ય પ્રધાને મૅચ દરમ્યાન દર્શકોના વર્તનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘એક શાનદાર મૅચ થઈ. અમારી પાસે સારા દર્શકો છે. આસામના લોકોને રમત સાથે ઘણો પ્રેમ છે. અમે દર્શકોની સારી ખેલભાવના જોઈ. બન્ને ટીમના શાનદાર પ્રદર્શનને વખાણ્યું હતું. આસામને ભારતના સ્પોર્ટ્સ કૅપિટલ તરીકે બદલવાની લોકોની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. એથી જે કોઈ આ ઉપદ્રવ કરવામાં સામેલ હશે તેમનો હેતુ આસામને બદનામ કરવાનો અને પ્રગતિ તરફ વધતાં પગલાંને રોકવાનો છે.’

cricketer bus


તેમણે વધુમાં કહ્યું હતું કે ગુવાહાટીમાં ચાલતા અન્ડર-૧૭ ફુટબૉલ વર્લ્ડ કપને આપવામાં આવતી સુરક્ષાથી ટીમો ખુશ છે.

ભારતના પ્રવાસે આવેલી ટીમોની અંગત સુરક્ષા મહત્વની : રાજ્યવર્ધન સિંહ રાઠોડ

યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રોઠોડે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમની બસ પર પથ્થર ફેંકવાની ઘટના વિશે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ગુવાહાટીમાં પથ્થર ફેંકવાની ઘટના અમારા સુરક્ષાના પ્રયાસોનું સાચું પ્રતિબિબ નથી દર્શાવતી. ઑસ્ટ્રેલિયાની ટીમ અને અન્ડર-૧૭ ફુટબોલ વર્લ્ડ કપનું સંચાલન કરતી સંસ્થા ફિફા અમારી સુરક્ષા-વ્યવસ્થાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. ભારત એક સુરક્ષિત યજમાન બની રહેશે. ગુવાહાટીની ઘટના સંદર્ભે મેં સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી છે. ભારતના પ્રવાસે આવેલા ખેલાડીઓ અને ટીમોની અંગત સુરક્ષા અમારા માટે ઘણી મહત્વની છે.’

ટેસ્ટમાં રમવા માગે છે બેહરેનડૉર્ફ

મંગળવારે ભારત સામે ઑસ્ટ્રેલિયાની જીત બાદ મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા જેસન બેહરેનડૉર્ફ પોતાના પ્રદર્શનથી ઘણો ખુશ છે, પરંતુ તેનું લક્ષ્ય લાંબા સમય સુધી ટેસ્ટ રમવાનું છે. મંગળવારે તેણે ભારત સામે ૪ ઓવરમાં ૨૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તેણે કહ્યું હતું કે ‘ટેસ્ટ-ક્રિકેટ સૌથી મોટો અવૉર્ડ છે. તમામ ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની લીલા રંગની કૅપ પહેરવાનું સપનું રાખતા હોય છે. મારી પણ એ જ ઇચ્છા છે. હું ટેસ્ટ-ક્રિકેટ રમવા મળે એ માટે તમામ વસ્તુ કરી રહ્યો છે.’

રાંચીમાં તે પહેલી મૅચ રમ્યો હતો જેમાં તેણે માત્ર એક ઓવર ફેંકી હતી. ગુવાહાટીમાં રમાયેલી મૅચમાં તેણે વાતાવરણનો લાભ ઉઠાવતાં ભારતના ચાર બૅટ્સમેનો રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી અને મનીષ પાન્ડેને આઉટ કર્યા હતા.

તેણે કહ્યું હતું કે ‘આ એક અદ્ભુત અનુભવ હતો. રાંચીમાં એક ઓવર મળવી પણ સારી હતી. આ મૅચમાં ચાર ઓવરમાં ચાર વિકેટ લેવી અને મૅચ જીતવી અને એ પણ વન-ડેમાં ખરાબ પ્રદર્શન બાદ સારું લાગ્યું. મારા કેટલાક બૉલમાં બાઉન્ડરી પણ ફટકારવામાં આવી હતી. મારે એવી બોલિંગ નથી કરવી.’


ગુવાહાટીમાં મેં ઘણા બધા હસતા ચહેરા જોયા હતા. એ પૈકી કોણ મૂરખ એમાં સંતાયો હશે જેણે ઑસ્ટ્રેલિયાની ટીમ પર પથ્થર ફેંક્યો હશે.

- હર્ષા ભોગલે, ક્રિકેટ-નિષ્ણાત

જે ઘટના બની એ બહુ જ દુખદ હતી. મૅચના પરિણામને કારણે બહુ લાગણીશીલ થવાની જરૂર નહોતી. બીજી ટીમ અહીં રમવા આવી છે. આપણે યજમાન છીએ.

- મિતાલી રાજ, ભારતીય મહિલા ક્રિકેટ-ટીમની કૅપ્ટન

ઑસ્ટ્રેલિયાની ટીમ પર પથ્થર ફેંકવાની ઘટનાએ આપણને ખરાબ ઘટના માટે ચર્ચામાં લાવી દીધા. આપણે બધાએ જવાબદારી લેવી પડશે. આપણામાંના મોટા ભાગના એવું કરી શકે છે. આ દેશ મહેમાનોના આદર-સન્માન માટે જાણીતો છે.

- રવિચન્દ્રન અશ્વિન, ભારતીય સ્પિનર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK