તેજિન્દરપાલ તૂરના પપ્પા દીકરાએ જીતેલો ગોલ્ડ ન જોઈ શક્યા

ઇન્ડોનેશિયામાં આયોજિત એશિયન ગેમ્સની ગોળાફેંક સ્પર્ધા જીતીને દીકરો સોમવારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે જ ૨૦૧૫થી કૅન્સરના રોગનો ભોગ બનેલા કરમ સિંહનું હૉસ્પિટલમાં નિધન

tej



એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પંજાબના તેજિન્દરપાલ સિંહ તૂર પપ્પા સાથે પોતાના વિજયની ઉજવણી ન કરી શક્યો. મોગા જિલ્લાના તેજિન્દરે ૨૫ ઑગસ્ટે ગોળાફેંકમાં આ મેડલ જીત્યો હતો. તે સોમવારે સ્વદેશ પરત ફર્યા બાદ દિલ્હીથી મોગા જઈ રહ્યો હતો ત્યારે તેના ૫૪ વર્ષના પપ્પા કરમ સિંહના નિધનના સમાચાર આવ્યા હતા. તેજિન્દરનું પપ્પાને ગોલ્ડ મેડલ દેખાડવાનું સપનું અધૂરું રહી ગયું. તેજિન્દરના પપ્પા ૨૦૧૫થી કૅન્સરના રોગથી પીડિત હતા.

૨૩ વર્ષના તેજિન્દરે ૨૦.૭૫ મીટર સુધી ગોળો ફેંકીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે ‘આ મેડલ મારી સૌથી મોટી સિદ્ધિ છે જે માટે મેં ઘણો ત્યાગ કર્યો છે. મારા પપ્પા કૅન્સરથી ઝઝૂમી રહ્યા છે. મારા પરિવારે ક્યારેય મારું ધ્યાન ભંગ થવા નથી દીધું. તેમણે હંમેશાં મને મારું સપનું પૂરું કરવા માટે પ્રેરણા આપી હતી.’ તેજિન્દરપાલ સિંહ ભારતના એ ખેલાડીમાં સામેલ હતો જેણે એશિયન ગેમ્સના રવિવારના સમાપન સમારોહમાં હાજરી આપી હતી અને એ કારણે તે સોમવારે સ્વદેશ પરત ફર્યો હતો. પંજાબના સ્ર્પોટ્સ મિનિસ્ટર રાણા ગુરમિત સિંહ સોઢીએ આ દુખદ ઘટના બદલ ઍથ્લીટને સાંત્વના આપતાં કહ્યું હતું કે તેજિન્દરપાલની આ સિદ્ધ પાછળ તેના પપ્પા અને પરિવારનું બહુ મોટું યોગદાન છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK