૧૮ વર્ષની લાંબી કરીઅર બાદ નેહરા થાય છે રિટાયર

પહેલી નવેમ્બરે ન્યુ ઝીલૅન્ડ સામે દિલ્હીમાં રમાનારી T20 ૩૮ વર્ષના બોલરની હશે આખરી મૅચ, આગામી સીઝનમાં IPLમાં પણ નહીં રમે

nehra


અનુભવી ફાસ્ટ બોલર આશિષ નેહરાએ ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી નવેમ્બરે પોતાના ઘરઆંગણાના મેદાન ફિરોજશા કોટલામાં થનારી પહેલી T20 મૅચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નેહરાએ કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન વિરાટ કોહલીને પોતાના આ નિર્ણયની જાણકારી આપી દીધી છે. ત્ઘ્ઘ્ ૨૦૧૮માં T20 વર્લ્ડ કપનું આયોજન નથી કરવાની એવી પરિસ્થિતિમાં નેહરાએ ટીમ-મૅનેજમેન્ટને કહી દીધું છે કે સારું પ્રદર્શન કરનારા જુનિયર ખેલાડીઓને તક મળે. માનવામાં આવી રહ્યું છે કે નેહરા આગામી સેશનમાં IPLમાં પણ ભાગ નહીં લે.

મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં ૧૯૯૯માં ભારત તરફથી પદાર્પણ કરનાર નેહરાએ ૧૭ ટેસ્ટ, ૧૨૦ વન-ડે અને ૨૬ T20માં ભાગ લીધો છે. એમાં તેણે ટેસ્ટમાં ૪૪, વન-ડેમાં ૧૫૭ અને T20માં ૩૪ વિકેટ લીધી છે. નેહરાએ રવિ શાસ્ત્રી અને વિરાટ બન્નેને કહ્યું હતું કે તે પહેલી નવેમ્બરથી વધુ રમવા નથી માગતો. આ દિવસે ભારત ફિરોજશા કોટલામાં ન્યુ ઝીલૅન્ડ સામે ટકરાશે. આ નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું હતું, કારણ કે એવું માનવામાં આવતું હતું કે તે શ્રીલંકા સામેની સિરીઝ સુધી રમવાનું ચાલુ રાખશે. જોકે તેને લાગે છે કે નિવૃત્તિનો આ યોગ્ય સમય છે. નેહરાને તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે ત્રણ T20 મૅચો માટે પસંદ કરવામાં આવ્યો હતો. બધાને આશ્ચર્ય થયું હતું જ્યારે તેને પહેલી બે મૅચો માટે પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવામાં આવ્યો નહોતો.

ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ફૉર્મમાં છે અને નેહરાને લાગે છે કે ટીમના હિતમાં તેઓ જ યથાવત્ રહે. કોટલા મેદાનમાં રમાનારી T20 નેહરાને પોતાના કરીઅરને ઘરઆંગણાના મેદાનમાં પૂરી કરવાની તક આપશે. નેહરાને ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ડર્બનમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ૨૩ રન આપીને ૬ વિકેટ લેવા બદલ યાદ કરવામાં આવે છે. તે બીમાર હોવા છતાં આ મૅચમાં રમ્યો હતો અને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તે વર્લ્ડ કપ ૨૦૧૧ જીતવાવાળી ભારતીય ટીમમાં પણ હતો અને પાકિસ્તાન સામેની સેમી ફાઇનલમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તે ફાઇનલમાં નહોતો રમ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy