અમેરિકાના TV-શોમાં ઉડાવાઈ અશ્વિન, હાર્દિક ને ભુવીની મજાક

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર અને ઑલરાઉન્ડર ખેલાડીઓની અમેરિકાના એક ટીવી-શોમાં મજાક ઉડાવાઈ હતી.

america show

‘ધ બિગ બૅન્ગ થિયરી’ની અગિયારમી સીઝનમાં રવિચન્દ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાનાં નામ લઈને તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. ટીવી-શોમાં આ પ્રકારે ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવાતાં સમર્થકો ઘણા હેરાન છે. એનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં ટીમના આ ખેલાડીઓનાં નામ લઈને તેમની મજાક ઉડાવાઈ હતી.

આ વિડિયોમાં અભિનેતા કુણાલ નૈયર છે જે આ સિરિયલમાં ખગોળશાસ્ત્રી રાજેશ કૂથ્રાપ્પલી (રાજ)ની ભૂમિકા ભજવે છે. કુણાલ પોતાના મિત્ર સાથે મળીને ત્રણેય ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવે છે. આ વિડિયો મુજબ અમેરિકામાં રહેતો રાજ પોતાના વિદેશી મિત્રને ક્રિકેટ-મૅચ જેવા માટે એક બારમાં લઈ જાય છે. મૅચ દરમ્યાન અશ્વિનનો પરિચય આપતો રાજ હાવર્ડને કહે છે આ ઘણો શાનદાર બોલર છે. તેણે હાર્દિક પંડ્યાને બનાવ્યો છે જે ભુવનેશ્વર જેવો દેખાય છે. કુણાલની આ વાત સાંભળીને હાવર્ડ જવાબ આપે છે કે વુહ, વુહ, વુહ... કેટલાક અક્ષર બાકીના લોકો માટે પણ બચાવ. હાવર્ડના આ જવાબ બાદ બૅકગ્રાઉન્ડમાં જોર-જોરથી હસવાનો અવાજ આવે છે.

ત્યાર બાદ એક યુવતી રાજની બાજુમાં આવે છે. બન્ને એક ખાસ મૅચ વિશે વાત કરવા લાગે છે અને રાજ કહે છે કે હું પણ એ જ મૅચ જોઈ રહ્યો હતો. શું સંયોગ છે. એના જવાબમાં યુવતી કહે છે કે હા, ૧૨૦ કરોડ લોકો એ મૅચને જોઈ રહ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy