ભારત સામે જ કરીઅરની શરૂઆત ને હવે અંત પણ

૨૦૦૬માં નાગપુરમાં ભારત સામે પદાર્પણ કરનાર ઓપનર લંડનમાં ભારત સામે જ રમશે પોતાની છેલ્લી મૅચ: ઇંગ્લૅન્ડ તરફથી ફટકાર્યા સૌથી વધુ રન: એક સમયે તે સચિનનો રેકૉર્ડ તોડશે એવું લાગતું હતું, પરંતુ એ શક્ય ન બન્યું

cook



ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઓપનર ઍલસ્ટર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નર્ણિય કર્યો છે. તે ભારત સામે ઓવલમાં થનારી ટેસ્ટ-મૅચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે. કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી સતત ૧૨,૨૫૪ રન બનાવ્યા છે. તે ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ ૧૬૦ ટેસ્ટ રમ્યો છે. ઓવલ ટેસ્ટ તેની ૧૬૧મી ટેસ્ટ હશે. કુક અત્યારે ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમમાં તેના સ્થાનને લઈને પણ ઘણા સવાલો ઊઠ્યા છે. ભારત સામેની સિરીઝમાં પણ તે રન બનાવવામાં અસફળ રહ્યો હતો. જોકે તે કાઉન્ટી ક્રિકેટ રમતો રહેશે.

ક્રિકેટ કરીઅર

૩૩ વર્ષના કુકે ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ રન કર્યા છે. ઍશિઝ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે ડબલ સેન્ચુરી પણ ફટકારી હતી. જોકે એમ છતાં તેનું ફૉર્મ ખરાબ જ રહ્યું છે. ૨૦૧૭થી માંડીને અત્યાર સુધી તેણે ત્રણ હાફ-સેન્ચુરી અને બે ડબલ સેન્ચુરી કરી છે. ભારત સામેની તાજેતરની સિરીઝમાં સાત ઇનિંગ્સમાં તેણે માત્ર બે વખત ૨૦ કરતાં વધુ રન કર્યા છે. કુકે પોતાના કરીઅરની શરૂઆત ૨૦૦૬માં ભારત સામે નાગપુરમાં કરી હતી. આ મૅચમાં તેણે સદી પણ ફટકારી હતી. તેની કરીઅરની છેલ્લી ટેસ્ટ-મૅચ પણ તે ભારત સામે જ રમશે.

રનને મામલે છઠ્ઠા ક્રમાંકે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં તે અત્યારે છઠ્ઠા ક્રમાંક પર છે. તેનાથી આગળ સચિન તેન્ડુલકર (૧૫,૯૨૧), રિકી પૉન્ટિંગ (૧૩,૩૭૮), જૅક કૅલિસ (૧૩,૨૮૯), રાહુલ દ્રવિડ (૧૩,૨૮૮) અને કુમાર સંગકારા (૧૨,૪૦૦) છે. કુકે અત્યાર સુધી ૩૨ ટેસ્ટ-સેન્ચુરી સહિત કુલ ૧૨,૨૫૪ રન બનાવ્યા છે. કુકે ૫૯ ટેસ્ટ-મૅચોમાં ઇંગ્લૅન્ડની કૅપ્ટન્સી પણ કરી હતી જેમાં ૨૪ ટેસ્ટ-મૅચોમાં ઇંગ્લન્ડે જીત મેળવી હતી. એક સમયે તેનું ફૉર્મ જોતાં તે સચિનનો સૌથી વધુ રનનો રેકૉર્ડ તોડશે એવું માનવામાં આવતું હતું, પરંતુ એ શક્ય ન બન્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK