નિવૃત્તિ બાદ રાહત અનુભવી રહ્યો છું : ડિવિલિયર્સ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પ્રેશર ઘણી વખત અસહ્ય થઈ જાય છે

abd


સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન અને આક્રમક બૅટ્સમૅન એ. બી. ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થયા બાદ રાહત અનુભવી રહ્યો છું, કારણ કે ક્યારેક પ્રેશર અસહનીય થઈ જાય છે. આ વર્ષની IPL સમાપન બાદ રિટાયરમેન્ટની જાહેરાત કરીને ક્રિકેટ વિશ્વને સ્તબ્ધ કરી દેનાર ડિવિલિયર્સે કહ્યું હતું કે હું આ રમતની કમી નથી અનુભવી રહ્યો. હું રિટાયરમેન્ટ પછીના જીવનનો આનંદ લઈ રહ્યો છું. તેણે ‘ઇન્ડિપેન્ડન્ટ’ નામના ન્યુઝપેપરને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘જે રીતે સતત સારું પ્રદર્શન કરવાના દબાણનો સામનો કરવો પડે છે, તમે પોતે, પ્રશંસકો, દેશ અને કોચ તમારા ઉપર પ્રેશર બનાવે છે, જે ખૂબ વધારે હોય છે. એક ક્રિકેટર તરીકે આ હંમેશાં તમારા મગજમાં હોય છે. મને ખબર છે કે મોટી મૅચમાં સેન્ચુરી ફટકારવાના અહેસાસની તુલના કોઈ વસ્તુ સાથે ન થઈ શકે. હજારો લોકો તમારા માટે બૂમો પાડતા હોય છે, પણ ઈમાનદારીથી કહું તો હું આવી કમીનો અનુભવ નથી કરી રહ્યો. હું રિટાયરમેન્ટથી ખુશ છું.’

આક્રમક બૅટ્સમૅન ડિવિલિયર્સે વન-ડેમાં અનોખો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેણે વન-ડે કરીઅરમાં જે ૨૫ સેન્ચુરી ફટકારી એ દરેકમાં તેનો સ્ટ્રાઇક રેટ ૧૦૦ પ્લસ રહ્યો છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK