ટેસ્ટમાં ત્રણ વર્ષ બાદ ડિવિલિયર્સની સેન્ચુરી

પોર્ટ એલિઝાબેથ ટેસ્ટના ત્રીજા દિવસે બગડી ઑસ્ટ્રેલિયાની હાલત, ૧૮૦ રનમાં ગુમાવી પાંચ વિકેટ

ોવ્ા

ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં એ. બી. ડિવિલિયર્સે કરીઅરની બીજી સદી (૧૪૬ બૉલમાં નૉટઆઉટ ૧૨૬ રન) ફટકારી હતી. તેની આ સદીને કારણે સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં ૩૮૨ રન બનાવીને ઑસ્ટ્રેલિયા સામે ૧૩૯ રનની મહત્વની લીડ મેળવી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના બોલર કૅગિસો રબાડાએ ૩૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી. રમતનો સમય પૂરો થયો ત્યાં સુધીમાં ઑસ્ટ્રેલિયાએ ૧૮૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આમ કાંગારૂઓએ કુલ ૪૧ રનની લીડ મેળવી છે.

ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૨૪૩ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગ્સમાં પણ એણે સારું પ્રદર્શન કર્યું નથી. કૅપ્ટન સ્ટીવન સ્મિથ સહિત તેના ટોચના બૅટ્સમેનો પૅવિલિયનભેગા થઈ ગયા છે. ઉસ્માન ખ્વાજાએ લડત આપતાં ૭૫ રન બનાવ્યા હતા. રબાડાએ તેની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાની હાલત કફોડી બનાવી દીધી છે.

એ પહેલાં ગઈ કાલે ત્રીજા દિવસે સાઉથ આફ્રિકા ૭ વિકેટે ૨૬૩ રને રમવા ઊતર્યું હતું. ડિવિલિયર્સે આક્રમક રમત ચાલુ રાખી હતી. તેણે વર્નોન ફિલૅન્ડર સાથે (૩૬) આઠમી વિકેટ માટે ૮૪ રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યાર બાદ કેશવ મહારાજ (૩૦) સાથે નવમી વિકેટ માટે ૫૮ અને લુંગી ઍન્ગિડી સાથે છેલ્લી વિકેટ માટે ૧૩ રનની પાર્ટનરશિપ કરી હતી.  ડિવિલિયર્સે આ સદી ત્રણ વર્ષ અને ૧૩ ટેસ્ટ બાદ ફટકારી છે. તેણે છેલ્લે જાન્યુઆરી ૨૦૧૫માં વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયા સામે તેની આ છઠ્ઠી સદી છે.

ગઈ કાલે ફટકારેલી સદી તેની કરીઅરની બાવીસમી સદી હતી. આ સદી સાથે તેણે વિરાટ કોહલી અને ડેવિડ વૉર્નર (૨૧ સદી)ને પાછળ મૂકી દીધા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy