અનેક સમસ્યાઓ છતાં ભારતીય ટીમ સિરીઝ જીતીને ઇતિહાસ રચવા ઉત્સુક

આજે પોર્ટ એલિઝાબેથમાં સાઉથ આફ્રિકા સામે પાંચમી વન-ડે

dhoni

છેલ્લી મૅચ હારનાર ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામે પાંચમી વન-ડેમાં જીત મેળવીને પહેલી વન-ડે સિરીઝ પોતાના નામે કરીને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે. ૬ મૅચોની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ ૩-૧થી આગળ છે. એ ઇચ્છશે કે આ લીડનો ફાયદો મળે. ભારત સિરીઝની શરૂઆતની ૩ વન-ડે જીત્યા બાદ વરસાદને લીધે પ્રભાવિત થયેલી ચોથી વન-ડે પાંચ વિકેટથી હારી ગઈ હતી. સાઉથ આફ્રિકાની બૅટિંગ લાઇનઅપ અને ભારતના સ્પિનરો વચ્ચેની ટક્કર મહત્વની છે. જોહનિસબર્ગમાં વરસાદને કારણે બે વખત ઊભી થયેલી મુશ્કેલીએ ભારતના બૅટિંગ-બોલિંગની લય બગાડી નાખી હતી. સૌથી મહત્વની વાત એ હતી કે વરસાદને કારણે લક્ષ્યાંકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને એ. બી. ડિવિલિયર્સ ઝડપથી પૅવિલિયનભેગો થયો છતાં ટીમને સ્કોર આંબવામાં મુશ્કેલી નહોતી પડી.

hardik

ફાસ્ટ બોલરો પર ભરોસો નહીં

ચોથી વન-ડેની સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ T૨૦ની જેમ રમાઈ હતી જેમાં ડેવિડ મિલર અને હેન્રિક ક્લાસેને ભારતના સ્પિનરો સામે આક્રમક બૅટિંગ કરીને મૅચ જીતી લીધી. જોકે કૅચ છોડવા ઉપરાંત મિલરનો નો-બૉલ ભારતને ભારે પડ્યો હતો. જોકે એનાથી એ સાબિત નથી થતું કે સાઉથ આફ્રિકાએ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સામે રમવાનું શીખી લીધું છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નથી આવ્યો, કારણ કે વિરાટ કોહલીએ સ્પિનરો પર વધુ ભરોસો દેખાડ્યો હતો એને જોતાં પોર્ટ એલિઝાબેથમાં ભારતીય ટીમની પસંદગી બહુ મહત્વની રહેશે.

ટીમના સંતુલનનો પ્રશ્ન

કેદાર જાધવની ફિટનેસ હજી પણ શંકાસ્પદ છે જેને કેપટાઉનમાં ઈજા થઈ હતી. એને કારણે તે ચોથી મૅચમાં નહોતો રમી શક્યો. જાધવની ગેરહાજરીને કારણે ભારત એક ભરોસાયોગ્ય બોલર ગુમાવી દેશે. જાધવમાં ધીમેથી સ્પિન બોલિંગ કરવાની ક્ષમતા છે. વળી તે પરિસ્થિતિ મુજબ જાતને ઢાળી દે છે જેનાથી તે ચહલ અને યાદવ સાથે સારી રીતે હળીભળી જાય છે. તેની ગેરહાજરીમાં ભારત પાસે વધુ વિકલ્પ નથી. રોહિત શર્માએ વન-ડેમાં છેલ્લે જાન્યુઆરી ૨૦૧૬માં પર્થમાં બોલિંગ કરી હતી. શ્રેયસ અય્યરે લેગબ્રેકનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેણે પોતાની પહેલી સિરીઝમાં શ્રીલંકા સામે એક જ ઓવર કરી હતી. આમ આમાંથી કોઈ પણ જાધવ જેવો ભરોસાલાયક વિકલ્પ નથી. મિડલ ઑર્ડરમાં ભલે સમસ્યા હોય, પરંતુ ટીમને જાદવની બૅટિંગને બદલે તેની બોલિંગની ખોટ વર્તાશે. એનાથી સંકેત મળે છે કે ભારતીય ટીમનું સંતુલન સર્વશ્રેષ્ઠ નથી.

stadium

મિડલ ઑર્ડરની સમસ્યા

અજિંક્ય રહાણેએ ચોથા ક્રમાંકે વાપસી કરતાં ૭૯ રનની ઇનિંગ્સ બાદ ૧૧ અને ૮ રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાનો પ્રવાસ ઘણો ખરાબ રહ્યો છે. તેણે બે ઇનિંગ્સમાં ૧૪ અને ૯ રન બનાવ્યા છે. માત્ર મહેન્દ્ર સિંહ ધોનીએ મિડલ આર્ડરમાં ૪૩ બૉલમાં નૉટઆઉટ ૪૨ રન બનાવ્યા છે. રોહિત શર્માનું ખરાબ ફૉર્મ છતાં ટોચનો બૅટિંગ-ક્રમાંક મજબૂત છે. રોહિતે પહેલી ૪ વન-ડેમાં ૪૦ રન બનાવ્યા છે. કોહલી (૩૯૩) અને ધવને (૨૭૧) અન્ય બૅટ્સમેનો કરતાં (૨૩૯) ત્રણગણા વધુ રન બનાવ્યા છે. ભારતીય થિન્ક ટૅન્ક માટે આ ચિંતાની બાબત હશે. સાઉથ આફ્રિકા ભારતીય લાઇનની નબળાઈનો લાભ ઉઠાવીને કોહલી અને ધવનને સસ્તામાં આઉટ કરવા માગશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK